આંતરરાષ્ટ્રીયગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

અમેરિકી સંસદમાં પાસ થયું ટ્રમ્પનું ‘Big Beautiful Bill’, જાણો શુ થશે ભારતીયો પર અસર?

વોશિંગ્ટન, 24 મે, 2025: અમેરિકી સાંસદના નીચલા ગૃહે ‘વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ’ (‘Big Beautiful Bill’)ને પસાર કરી દીધો છે. 1,116 પાના ધરાવતા આ કાયદામાં સીમા સુરક્ષા, કર અને ખર્ચની દ્રષ્ટિએ ટ્રમ્પની નીતિઓની ઝલક જોવા મળે છે. આ ખરડો ટ્રમ્પના 2017ના કર કાપને આગળ વધારવાનો પ્રયાસ છે.

રેમિટન્સ કરમાં કરવામાં આવ્યો આટલો ઘટાડો

આ ખરડામાં અમેરિકામં રહીને કામ કરી રહેલા લાખોની સંખ્યામાં એવા વિદેશી કામદારોને રાહત આપવામાં આવી છે જે દેશની બહાર પૈસા મોકલે છે. ખરડાના ફાઇનલ વર્ઝમાં રેમિટન્સ કરને 5 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરવામાં આવ્યો છે. તે 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. રેમિટન્સ કર એટલે દેશના કોઇ એક દેશમાંથી બીજા દેશમાં પૈસા મોકલા પર લાગતો કર, તેની અસર અમેરિકામાં મોટી સંખ્યામાં રહેતા ભારતીયો પર પણ પડશે.

માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર, 2023 સુધીમાં, યુએસમાં રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સની સંખ્યા 2.9 મિલિયનથી વધુ થવાની ધારણા હતી. આ સાથે, યુનાઇટેડ આરબ અમીરાત પછી અમેરિકા વિશ્વનું બીજું સૌથી લોકપ્રિય સ્થળ બન્યું છે. મેક્સિકનો પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા બીજા ક્રમના સૌથી મોટા વિદેશી જન્મેલા જૂથનું પ્રતિનિધિત્વ પણ ભારતીયો કરે છે, જે દેશના 47.8 મિલિયન વિદેશમાં જન્મેલા રહેવાસીઓમાં 6 ટકા હિસ્સો ધરાવે છે.

યુએસ નાગરિકો માટે મુક્તિ

ટ્રમ્પના આ નવા ખરડા હેઠળ, રેમિટન્સ કર ફક્ત બિન-અમેરિકન નાગરિકો પર જ લાગુ થશે. અમેરિકન નાગરિકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. અસરગ્રસ્ત લોકોમાં ગ્રીન કાર્ડ ધારકો અને રોજગાર વિઝા પરના લોકોનો સમાવેશ થશે. એટલે કે, જો અમેરિકામાં રહેતો અને પૈસા કમાતો કોઈપણ ભારતીય વ્યક્તિ તેની કમાણીમાંથી 5000 રૂપિયા પણ તેના ગામ કે શહેરમાં મોકલે છે, તો તેણે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. રેમિટન્સ ટેક્સમાં આ ઘટાડો ઘણા અઠવાડિયા સુધી ચાલેલી વાટાઘાટો પછી કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાઇ શકે છે મહત્ત્વના નિર્ણયો

Back to top button