Canada Dream: વડોદરાના યુવકને કેનેડા જવાનો મોહ ભારે પડ્યો, લાગ્યો 13 લાખનો ચુનો

વડોદરા, તા. 21 સપ્ટેમ્બર, 2025: કેનેડા દ્વારા નિયમો કડક બનાવવામાં આવ્યા હોવા છતાં લોકોનો મોહ નથી ઘટી રહ્યો. ઘણી વખત લોકો છેતરાતા હોવાના કિસ્સા પણ સામે આવે છે. આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો હતો. વિદેશ મોકલવાના નામે વડોદરાના એક યુવક સાથે 13.77 લાખની ઠગાઇ થતાં પોલીસ ફરિયાદ થઇ હતી
માણેજાની મધુરમ સોસાયટીમાં રહેતા રોહિતકુમાર રતુરામ ગોહિલ(મૂળ રહે. દહેથાણ,કરજણ)એ પોલીસને કહ્યું છે કે,મારા પુત્ર સત્યમે બીટેક કર્યું હોવાથી વધુ અભ્યાસ માટે કેનેડા મોકલવા માટે મુજમહુડા સિગ્નેટ હબ પાસે તપરી કેફે ચલાવતા ગૌરાંગ ઉર્ફે શ્યામરાજ ધિરજકુમાર રાજના કહેવાથી વિઝા એજન્ટ વિપુલ જગદીશભાઇ ચૌહાણનો સંપર્ક કર્યો હતો.
કેફે ખાતે જ મીટિંગ થઇ હતી અને કેનેડા મોકલવા માટે લેકહેડ યુનિ.ની ફી તેમજ અન્ય ખર્ચ પેટે રૂ.32.77લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ ફી પણ ભરાઇ નહતી અને પૈસા પણ પરત કર્યા નહતા.જેથી વારંવાર માંગણી કરતાં રૂ.19.07 લાખ પરત કર્યા હતા.જ્યારે બીજી રકમ હજી પરત કરી નથી. જેથી જ પી રોડ પોલીસે કેફે સંચાલક અને વિઝા કન્સલટન્ટ સામે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચોઃ ACB Trap: અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને લાંચ માંગવી ભારે પડી












