શું માત્ર પૂછપરછ માટે પોલીસ ધરપકડ કરી શકે? પરેશાન થતા પહેલા જાણી લો સુપ્રીમનો ચૂકાદો

- કોઈને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવા એ એક વાત છે અને ધરપકડ એ બીજી વાત છે. સુપ્રીમ કોર્ટે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023 ની કલમો હેઠળ આનું અર્થઘટન કર્યું છે
HD ન્યુઝ ડેસ્કઃ લોકો ઘણીવાર સમજી શકતા નથી કે પોલીસ કઈ પરિસ્થિતિમાં તેમની ધરપકડ કરી શકે છે. ઘણીવાર ફક્ત પૂછપરછ માટે બોલાવવાથી તેઓ ધારે છે કે તેમની ધરપકડ police arrest કરવામાં આવશે, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે પોલીસ ફક્ત પૂછપરછ અથવા સામાન્ય સવાલો પૂછવા માટે કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકતી નથી.
તપાસ આગળ વધારવા માટે ખરેખર કસ્ટડી જરૂરી હોય ત્યારે જ ધરપકડ કરી શકાય છે. આનો અર્થ એ છે કે કોઈને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવા એ એક વાત છે અને ધરપકડ એ બીજી વાત છે. સુપ્રીમ કોર્ટે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023 ની કલમો હેઠળ આનું અર્થઘટન કર્યું છે. આ બાબતે તે શું કહે છે તે જાણો.
ધરપકડ વિશે કાયદો શું કહે છે?
સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, પોલીસ પૂછપરછ માટે તમારી સીધી ધરપકડ કરી શકતી નથી. ભારતીય દંડ સંહિતા, 2023ની કલમ 35(1)(b), 35(3) અને 35(6) ટાંકીને સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે સાત વર્ષ સુધીની સજાવાળા કેસોમાં સીધી ધરપકડની મંજૂરી નથી. પહેલા નોટિસ આપીને તપાસમાં સહયોગ મેળવવો જરૂરી છે.
ત્યારબાદ પોલીસ અધિકારીએ ઠોસ આધાર આપવા પડશે કે કસ્ટડી વગર તપાસ હાથ ધરી શકાય તેમ નથી. કોર્ટે જણાવ્યું હતું કે ધરપકડ પોલીસની સુવિધાની કોઈ રીત ન હોઈ શકે. ફક્ત પૂછપરછ માટે કોઈને અટકાયતમાં રાખવું એ કાયદાની ભાવના વિરુદ્ધ હશે. આનો અર્થ એ છે કે ધરપકડનો નિર્ણય હવે તપાસની જરૂરિયાતના આધારે લેવામાં આવશે.
સામાન્ય લોકોને કોઈ પરેશાની નહીં
કોર્ટે આ મામલે સ્પષ્ટ કર્યું કે ધ્યેય તપાસ અને નાગરિક સ્વતંત્રતાઓ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાનો છે. પોલીસે તેમની ફરજો બજાવવી જોઈએ, પરંતુ કોઈની પણ સ્વતંત્રતા સાથે કોઈ પણ વાજબી કારણ વગર ચેડા ન કરવા જોઈએ. દરેક કેસમાં પહેલા ધરપકડ કરવી એ કાયદાની ભાવના વિરુદ્ધ છે.
તેથી પોલીસે નિષ્પક્ષપણે નક્કી કરવું જોઈએ કે કસ્ટડી ખરેખર જરૂરી છે કે નહીં. આનો અર્થ એ છે કે ફક્ત પૂછપરછ માટે બોલાવવાથી ધરપકડ થતી નથી. તપાસમાં સહકાર જરૂરી છે. જોકે જો ખરેખર જરૂર જણાય તો જ અટકાયત મંજૂર કરવામાં આવશે. આ નિયમને સમજવાથી તમને બિનજરૂરી કાનૂની તણાવ અને ઝંઝટમાંથી મુક્તિ મળશે.
આ પણ વાંચોઃ હવે કોઈ પણ ભાષાનો વીડિયો સમજવો સરળ, YouTube પર આવ્યું કમાલનું ફીચર












