ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

Stock Market: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1,100 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી પણ ડાઉન

Stock Market Today: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે જેનો ડર હતો તે જ થયું હતું. ભારતીય શેરબજારમાં આજે મોટો કડાકો બોલી ગયો છે. આજે ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટી ડાઉન થતાં રોકાણકારોના કરોડો રુપિયાનું ધોવાણ થયું હતું.

શેરબજારો લાલ નિશાન પર ખુલ્યું

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષે હવે પાંચમા અઠવાડિયામાં પ્રવેશ કરી લીધો છે. આજે (30 માર્ચ 2026) સોમવારના રોજ, ભારતીય શેરબજારો લાલ નિશાન પર ખુલ્યું હતું. નિફ્ટી 50 321.75 પોઈન્ટ અથવા 1.41 ટકા ઘટીને 22,497.85 પર ખુલ્યો, જ્યારે BSE સેન્સેક્સ 1,105.56 પોઈન્ટ અથવા 1.50 ટકા ઘટીને 72,477.66 પર ટ્રેડ કરી રહ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

એશિયન માર્કેટના હાલ

સોમવાર સવારે એશિયન માર્કેટ પણ નીચા સ્તરે ખુલ્યા હતા. જાપાનનો નિક્કી 225 3.97 ટકા ઘટી ગયો હતો, જ્યારે ટોપિક્સ 3.9 ટકા ઘટ્યો હતો. બેન્ચમાર્ક કોસ્પી 5 ટકાથી વધુ ઘટ્યો, જ્યારે સ્મોલ-કેપ કોસ્ડેક 3.97 ટકા ઘટ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ 24,630 પર હતો, જે બેન્ચમાર્કના અગાઉના બંધ 24,951.88થી નીચે રહ્યો હતો.

યુએસ માર્કેટની સ્થિતિ

યુદ્ધની અસર અમેરિકન સ્ટોક માર્કેટ પર પણ પડી હતી. યુએસ સ્ટોક માર્કેટ બેન્ચમાર્ક સાથે જોડાયેલા ફ્યુચર્સ ઘટ્યા, જેમાં બ્રેન્ટ ક્રૂડ 116 ડૉલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ફ્યુચર્સ 253 પોઈન્ટ અથવા 0.6 ટકા ઘટ્યા. S&P 500 ફ્યુચર્સ અને Nasdaq 100 ફ્યુચર્સ પણ 0.5 ટકા ઘટી ગયા હતા.

આ  પણ વાંચો : આ અઠવાડિયે શેરબજાર ફક્ત 3 દિવસ જ ખુલ્લું રહેશે

Back to top button