ઈન્દ્રભારતી બાપુનો હુંકાર, ગોરક્ષનાથની પ્રતિમા તોડનાર નહીં પકડાય તો પરિક્રામાનો બહિષ્કાર

જૂનાગઢ 8 ઓક્ટોબર 2025: જૂનાગઢ ગિરનારની ટૂંક પર આવેલા ગુરૂ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત કરવાના પ્રકરણમાં પોલીસ હજુ આરોપી સુધી પહોંચી શકી નથી ત્યારે શ્રીપંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જૂનાગઢ ગિરનાર મંડળના પ્રમુખ મહંત શ્રી ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યુ હતુ કે ગિરનારના પર્વત પર આવેલા ગુરૂ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત કરી મંદિરમાં તોડફોડ કરવાની ઘટના માત્ર જૂનાગઢ જ નહિ પરંતુ દેશ વિદેશમાં રહેતા સનાતની સાધુ સંતો માટે અત્યંત આઘાત જનક છે.
આ કેસમાં પોલીસ અધિકારીઓએ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે પરંતુ અમારી માગ એ છે કે આ કારસ્તાનમાં જે કોઈ આરોપીઓ હોય તેની તાત્કાલિક અસરથી ધરપકડ કરવી અને જે આમ નહિ થાય તો લીલી પરીક્રમાનો સાધુ સંતો બહિષ્કાર કરશે તેમજ ગુરૂ દત્તાત્રેય ચોકમાં ઉપવાસ આંદોલન પણ શરૂ કરવામાં આવશે.
યુ.પી.માં ગોરખપુર, ગીરસોમનાથમાં ગોરખમઢી અને ગિરનાર પર્વત પર ગુરૂ ગોરક્ષનાથનુ મંદિર આવેલુ છે. આ ત્રણેય જગ્યામાં નાથ સંપ્રદાય અતિ શ્રધ્ધા ધરાવે છે ત્યારે જે કોઈ લોકોએ મૂર્તિ ખંડિત કરી છે તેઓની તાત્કાલિક ધરપકડ કરી તપાસનીશ ટીમે બહાર લાવવી જોઈએ.
આ પણ વાંચો: માયાવતીનો બંગલો લેવા માગતા હતા કેજરીવાલ, પણ હવે આ બંગલામાં રહેવું પડશે,શશિ થરુરના પાડોશી બન્યા












