બોલિવૂડ સ્ટાઇલમાં ન્યૂયોર્ક સિટી મેયરે કર્યો ચૂંટણી પ્રચારઃ ભારતીય મૂળના ઉમેદવારનો ફિલ્મી અંદાજથી લોકો થયા સ્તબ્ધ

અમેરિકા, 11 જૂન, 2025: US Mayor Election: ગત વર્ષે ઓક્ટોબરમાં જ્યારે ઝોહરાન ક્વામે મમદાનીએ ન્યૂ યોર્ક સિટી મેયર માટે ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી, ત્યારે તેમને મજબૂત દાવેદાર માનવામાં ન હતા આવતા. પરંતુ, બોલિવૂડ ટ્વિસ્ટ અને લોકોના જીવનને સરળ બનાવવાના વચન સાથેના સોશિયલ મીડિયા અભિયાને 33 વર્ષીય મમદાનીને ન્યૂ યોર્ક સિટી મેયર પદની રેસમાં આગળ આવી ગયા છે. ડેમોક્રેટિક પાર્ટી ન્યૂ યોર્ક સિટીમાં મજબૂત રહી છે. મમદાનીની ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલીમાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે.
યુગાન્ડાના વિદ્વાન મહેમૂદ મમદાનીના પુત્ર અને જાણીતા ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર ઝોહરાન મમદાનીએ તેમના દક્ષિણ એશિયન વારસાને સ્વીકાર્યો છે અને તેમના ચૂંટણી પ્રચારમાં હિન્દી ફિલ્મનો સ્વાદ ઉમેર્યો છે. તેમની વાત ન્યૂ યોર્ક સિટીના યુવાનો, ઇમિગ્રન્ટ્સ અને કામદાર વર્ગને આકર્ષિત કરી રહી છે.
Billionaires ke paas already sab kuchh hai. Ab, aapka time aageya.
Billionaires already have everything. Now, your time has come. pic.twitter.com/bJcgxzt37S
— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) June 4, 2025
ગત અઠવાડિયે, મમદાનીએ X પર એક ચૂંટણી પ્રચારનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ક્લાસિક બોલિવૂડ ફિલ્મોના દ્રશ્યો અને ગીતો સામેલ હતા. વીડિયોમાં, મમદાની હિન્દીમાં બોલી રહ્યા હતા અને લોકોને મેયર માટે મતદાન કરવાની પ્રક્રિયા સરળ શબ્દોમાં સમજાવી રહ્યા હતા.
વીડિયોમાં, તે લોકો માટે મૂળભૂત જરૂરિયાતો સસ્તી બનાવવાનું વચન આપી રહ્યો છે અને તેમના મુખ્ય હરીફ, ન્યૂ યોર્કના ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને નિશાન બનાવી રહ્યા છે. કુઓમોને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ સમર્થન મળ્યું છે.
‘આજે મારી પાસે બિલ્ડિંગ છે, પ્રોપર્ટી છે…’
મમદાની આ ચૂંટણીને જનતા અને અબજોપતિઓના ટેકાથી ચાલતા રાજકારણ વચ્ચેના વિકલ્પ તરીકે રજૂ કરી રહ્યા છે.
2 મિનિટ, 23 સેકન્ડના આ વીડિયોમાં દિવાર ફિલ્મનો પ્રખ્યાત સીન બતાવવામાં આવ્યો છે, જેમાં અમિતાભ બચ્ચનનું પાત્ર વિજય દાવો કરે છે, ‘આજે મારી પાસે બિલ્ડિંગ છે, પ્રોપર્ટી છે, બંગલો છે, બેંક બેલેન્સ છે, ગાડી છે. તમારી પાસે શું છે?’
ત્યારબાદ , મમદાની શાહરૂખ ખાનની સિગ્નેચર સ્ટાઇલમાં પોતાના હાથ ફેલાવે છે અને સ્ક્રીન પર કહે છે, ‘મારી પાસે તમે લોકો છો.’
મમદાનીના ચૂંટણી વચનો
મમદાની પોતાને જનતાના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે અને તેમના હરીફ કુઓમોને શ્રીમંત વર્ગના રાજકારણના પ્રતીક તરીકે બતાવી રહ્યા છે.
તેઓ વીડિયોમાં કહે છે કે, ‘હું આપણા શહેરને સસ્તું બનાવીશ. ન્યૂ યોર્કના લોકો ભાગ્યે જ ખોરાક, કપડાં અને મકાનનો ખર્ચ ઉઠાવી શકે છે… હું આ બધું બદલવા માટે લડી રહ્યો છું. મફત સિટી બસો, એપાર્ટમેન્ટ ભાડા પર નિયંત્રણ, શહેર સંચાલિત દુકાનો અને આ બધા માટે વધુ ધનિકો પર 10 ડૉલર બિલિયનનો કર વધારો, હું આ બધું કરીશ.’
ચૂંટણી પ્રચારના બીજા એક વીડિયોમાં, તે કહી રહ્યા છે કે, ‘આપણે સસ્તા કરિયાણાની ગેરંટી આપી શકીએ છીએ, અમે લઘુત્તમ વેતન વધારી શકીએ છીએ, આપણે 20 લાખથી વધુ ભાડૂતો માટે ભાડામાં વધારો રોકી શકીએ છીએ અને 2 લાખથી વધુ પોસાય તેવા ઘરો બનાવી શકીએ છીએ. આપણે ઓછાથી સંતુષ્ટ થઈ શકીએ નહીં.’
મામદાની કહે છે કે, ‘અબજપતિઓ પાસે પહેલેથી જ બધું છે. હવે તમારો સમય આવી ગયો છે.’
આ પણ વાંચોઃ ‘પથ્થર જેવું હૃદય હોવું જોઈએ!’, ગોવિંદાની પત્નીએ સ્ટાર વાઈફ હોવાનું દુઃખ વ્યક્ત કર્યું












