ટ્રેન્ડિંગમનોરંજન

હિન્દી સિનેમાના એ સ્ટાર, જેણે પોતાના જ ફેન્સ સાથે ફર્યા સાતફેરા

Bollywood Stars Who Married Their Biggest Fans: બોલિવૂડમાં સિતારાઓ અને તેમના ચાહકો વચ્ચેનો સંબંધ હંમેશા ખાસ રહ્યો છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ચાહકો પોતાના ફેવરિટ સ્ટાર્સની એક ઝલક મેળવવા કલાકો સુધી રાહ જોતા હોય છે. પરંતુ કેટલાક ફેન્સ એવા પણ હતા જેમના નસીબ ખૂલી ગયા અને તેમણે પોતાના આઈડોલ સાથે જ લગ્ન કરી લીધા.

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા

સૌથી ચર્ચિત જોડીમાં રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાનું નામ આવે છે. ડિમ્પલ, કાકાની એટલી મોટી દીવાની હતી કે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા જ તેણે રાજેશ ખન્ના સાથે લગ્નના સપના જોયા હતા. 1973માં જ્યારે આ જોડીએ લગ્ન કર્યા ત્યારે દેશભરમાં તેની ચર્ચા થઈ હતી.

દિલીપ કુમાર અને સાયરા બાનો

સાયરા બાનો નાનપણથી જ દિલીપ સાહબના વ્યક્તિત્વ પર ફિદા હતા. તેમણે મનોમન નક્કી કરી લીધું હતું કે જો લગ્ન કરશે તો માત્ર દિલીપ કુમાર સાથે જ. આખરે 1966માં 22 વર્ષની સાયરાએ પોતાના મનપસંદ અભિનેતા સાથે લગ્ન કર્યા અને આ સાથ દિલીપ સાહબના અંતિમ દિવસો સુધી ટકી રહ્યો.

જીતેન્દ્ર અને શોભા કપૂર

સુપરસ્ટાર જીતેન્દ્ર અને તેમની પત્ની શોભા કપૂરની વાર્તા પણ ફિલ્મી છે. શોભા બ્રિટિશ એરવેઝમાં એર હોસ્ટેસ હતી અને જીતેન્દ્રની બહુ મોટી ફેન હતી. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા

લંડનના બિઝનેસમેન રાજ કુન્દ્રા શરૂઆતથી જ શિલ્પા શેટ્ટીના મોટા ફેન હતા. જ્યારે શિલ્પાએ ‘બિગ બ્રધર’ જીત્યું ત્યારે રાજને તેની સાથે મળવાની તક મળી અને 2009માં આ જોડી લગ્નગ્રંથિથી જોડાઈ.

રેખા અને મુકેશ અગ્રવાલ

અભિનેત્રી રેખાની વાર્તા થોડી દુઃખદ રહી. મુકેશ અગ્રવાલ રેખાના એટલા મોટા ફેન હતા કે તેમને રેખાની ફિલ્મોના ડાયલોગ પણ મોઢે હતા. ન્યૂયોર્કમાં આ જોડીએ લગ્ન કર્યા હતા, પરંતુ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લેતા આ સંબંધનો કરુણ અંત આવ્યો હતો.

આ યાદીમાં મુમતાઝ અને મયુર માધવાણી તેમજ વિવેક ઓબેરોય અને પ્રિયંકા આલ્વા જેવી જોડીઓનો પણ સમાવેશ થાય છે જેમણે સાબિત કર્યું કે ફેન્સ અને સ્ટાર્સ વચ્ચેનો પ્રેમ લગ્ન સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાનું વિજયી કાર્યકર્તાઓને અભિનંદન, વિરોધ પક્ષ તરીકે મજબૂત લડતનું વચન

આ પણ વાંચોઃ Gujarat Local Body Election Result: કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના ગઢમાં AAPનો ધમાકેદાર વિજય

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button