ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

અજીત ડોભાલની જિંદગી પર બનશે ફિલ્મ ‘સલાકાર’, આ ટીવી એક્ટ્રેસ ભજવશે મહત્ત્વનો રોલ

HD News Desk: 29 જૂન, 2025: Movie on Ajit Doval: ઓપરેશન સિંદૂરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં લાંબો સમય ટીવીમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ મૌની રોય મહત્ત્વનું પાત્ર ભજવશે. આ ફિલ્મમાં તે એક જાસૂસની ભૂમિકામાં જોવા મળશે. જોકે, આ ફિલ્મ થિયેટરમાં નહીં પરંતુ જિયોહોટસ્ટાર પર રિલીઝ થશે. હવે આ ફિલ્મને લઈને એક મોટી અપડેટ પણ સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મ અજીત ડોભાલ પર આધારિત છે.

અજીત ડોભાલના જીવન પર બનશે ફિલ્મ

મળતી માહિતી મુજબ, ડિરેક્ટર ફારૂક કબીરની આ ફિલ્મ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના જીવન અને કારકિર્દી પર કેન્દ્રિત છે. જોકે મેકર્સે ફિલ્મના મુખ્ય સ્ટાર કાસ્ટના નામ જાહેર કર્યા નથી. પરંતુ, મૌની આ પ્રોજેક્ટનો એક ભાગ છે.

ક્યારે થશે રીલિઝ?

મળતી માહિતી મુજબ, ફિલ્મ ‘સલાકાર’ ભારતીય સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના દિવસે જિયો હોટસ્ટાર પર રિલીઝ થશે. ફારુક કબીરે ‘સલાકાર’ના ડિરેક્શન અને લેખનની કમાન સંભાળી છે. ફારૂક ‘ખુદા હાફિઝ’, ‘ખુદા હાફિઝ: ચેપ્ટર 2’ જેવી ફિલ્મો માટે જાણીતા છે.

આ પણ વાંચોઃ ગુજરાત તથા રાજસ્થાનમાં બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ

આ પણ વાંચોઃ ‘દુષ્કર્મીને મળે ફાંસીની સજા…’ કોલકાતા ગેંગરેપના મુખ્ય આરોપીની જૂની ફેસબુક પોસ્ટ થઈ વાઈરલ

Back to top button