ટોપ ન્યૂઝવર્લ્ડ

કાબુલમાં ફરી બ્લાસ્ટ, 4 લોકોના મોત

Text To Speech

અફઘાનિસ્તાનના કાબુલમાં ફરી એક વખત બ્લાસ્ટના સમાચાર આવી રહ્યા છે. આ વિસ્ફોટ વજીર મોહમ્મદ અકબર ખાન મસ્જિદ પાસે થયો હતો. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો નમાજ પઢીને મસ્જિદમાંથી બહાર આવી રહ્યા હતા.

blast in Kabul
blast in Kabul

છેલ્લા કેટલાક મહિનામાં, એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જ્યાં સ્થાનિક ઇસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા અફઘાન શહેરને નિશાન બનાવવામાં આવ્યું છે. ગઈકાલે પણ કાબુલમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા. કાબુલ પોલીસ વડાના પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું હતું કે વિસ્ફોટ શહેરના પશ્ચિમ દેહમઝાગમાં એક રેસ્ટોરન્ટમાં થયો હતો. વિસ્ફોટનું કારણ જાણવા માટે એક ટીમ વિસ્તારમાં પહોંચી ગઈ છે.

વિસ્ફોટમાં 4 લોકોના મોત

વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાં એક યુવકનો પણ સમાવેશ થાય છે, જે આ વિસ્તારમાં ફોટોગ્રાફીની દુકાનમાં કામ કરતો હતો. ઘટનાના કેટલાક કલાકો બાદ 21 સપ્ટેમ્બરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટ વખતે ત્યાં હાજર એક વ્યક્તિ હામિદે જણાવ્યું કે આ ઘટનામાં તેના ત્રણ મિત્રો માર્યા ગયા. હામિદે કહ્યું, ‘આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. અમે ઘણા લોકોને કારમાં બેસાડ્યા, ત્યારપછી તેમને ઇસ્તેકલાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

‘ભોજન ખાતા પુત્રનું મોત’

એક પીડિતાના પિતા મોહમ્મદ મુખ્તારે જણાવ્યું કે તેમનો પુત્ર રેસ્ટોરન્ટમાં જમતો હતો. તેણે કહ્યું, ‘પાંચ મિનિટ પછી અમને માહિતી મળી કે મારા પુત્રનું બ્લાસ્ટમાં મોત થયું છે. જ્યારે હું હોસ્પિટલ ગયો ત્યારે મેં મારા પુત્રની લાશ જોઈ. તેના માટે જવાબદાર કોણ? તેની ખોટ માટે હું કોને જવાબદાર ગણી શકું?’

Back to top button