કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં બ્લેકઆઉટ અને એલર્ટ જાહેરઃ જુઓ વીડિયો

HD ડેસ્ક ન્યૂઝ 10 મે 2025: ‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, અમૃતસર, રાજસ્થાન અને ગુજરાતના સરહદી શહેરોને નિશાન બનાવી રહ્યું છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. જામનગર જિલ્લામાં આપત્કાલીન સ્થિતિ બાબતે સાયરન વગાડવામાં આવ્યું છે. લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે અને કોઈપણ વ્યક્તિએ બહાર ન નિકળવા સૂચના આપવામાં આવી છે. આની સાથે કચ્છ જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
View this post on Instagram
પાકિસ્તાની સેના તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાત સહિત દેશભરના સરહદી વિસ્તારો એલર્ટ પર છે. એરફોર્સ સ્ટેશન જામનગર તરફથી મળેલી વોર્નિંગના અનુસંધાને સાયરન વાગ્યું હતું. પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા એલર્ટ જાહેર કરીને લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા વીડિયો જાહેર કરીને નાગરીકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવ્યું છે. રાત્રિ દરમિયાન પણ સ્વયંભૂ Blackout નું સંપૂર્ણપણે પાલન કરવા જણાવ્યું છે.
જામગરના કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું છે કે, ‘તમામ નાગરિકોએ સુરક્ષિત સ્થળોએ ખસી જવું અને આજનો દિવસ વેપારીઓએ વેપાર અને ધંધા બંધ રાખવા. જિલ્લા વહીવટી તંત્ર તમામ પ્રકારની ચેલેન્જને પહોંચી વળવા સક્ષમ છે. તેમજ તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.’ જામનગર જિલ્લામાં શનિવારે (10મી મે) રાત્રે 8 વાગ્યાથી રવિવારે (11મી મે) સવારે 6 વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેકઆઉટ રહેશે. આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગમાં જનરેટર/ ઈન્વર્ટર જેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ છે.’
કચ્છના તમામ હોલસેલર્સ, રિટેલરર્સએ આવશ્યક
ચીજ વસ્તુઓના ભાવ નિયંત્રણમાં રાખવાના રહેશેઆવશ્યક ધારામાં સમાવિષ્ટ ૩૮ વસ્તુઓના સંગ્રહાખોરી કે જમાખોરી ગુનો બનશે
દરેક આવશ્યક વસ્તુઓનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોય નાગરિકો અફવાઓથી દૂર રહે @collectorkut @InfoGujarat @CMOGuj @KutchDdo
— Info Kutch GoG (@infokutchgog) May 10, 2025
જામનગર તા.૧૦ મે, ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીના વાતાવરણને લઈને જામનગર જિલ્લામાં કલેક્ટરશ્રી કેતન ઠક્કર દ્વારા આજે તા.૧૦-૫-૨૦૨૫ ના રોજ રાત્રીના ૮:૦૦ કલાક થી આવતીકાલ તા.૧૧-૦૫-૨૦૨૫ સવારે ૬:૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો જેમાં જનરેટર/ ઇન્વર્ટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે. જામનગરવાસીઓએ બ્લેકઆઉટનો અમલ કરવા તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરી સહકાર આપવા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. જિલ્લામાં તમામ સ્થળોએ સાંજે બ્લેક આઉટ કરવામાં આવશે જેમાં નાગરિકો સ્વયંભૂ જોડાઈ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ તેમજ વેપાર પ્રવૃતિઓ બંધ રાખવા અને બિનજરૂરી અવરજવર ન કરવા તેમજ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સાંજે સૂર્યાસ્ત સમયથી શરૂ થતાં બ્લેક આઉટ દરમ્યાન ઘરની તમામ લાઈટો બંધ કરી, લાઇટ બહાર ન જાય તેની તકેદારી રાખવા તેમજ આપણી આસપાસના વિસ્તારમાં પણ બ્લેક આઉટ રહે માટે સચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી જણાય તો નાગરિકોએ જિલ્લા પોલીસ તંત્ર તથા વહીવટી તંત્રને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે તેમજ કોઈપણ વ્યક્તિ ગેરમાર્ગે દોરાઈ કે અફવાઓમાં આવી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે. તેમજ જરૂર જણાય તો જિલ્લા વહીવટી તંત્રના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો.
આ પણ વાંચો..સાપુતારામાં વાદળ ફાટ્યું: પૂર્ણા નદીમાં ભરઉનાળે પુર: જુઓ વીડિયો












