આંધ્ર પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, રાજ્યસભાની 4 સીટો છોડવી પડી

Annamalai: તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને મોટો ઝટકો લાગી શકે છે. ભૂતપૂર્વ રાજ્ય ભાજપ પ્રમુખ કે. અન્નામલાઈ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટી છોડવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. અન્નામલાઈને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા પછી, ભાજપે આંધ્ર પ્રદેશ અંગે એક મોટો નિર્ણય લીધો છે. ભાજપે આંધ્ર પ્રદેશની ચારેય ખાલી બેઠકો તેના સાથી પક્ષો માટે છોડી દીધી છે.
આંધ્ર પ્રદેશમાં રાજ્યસભા બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા મુજબ, રાજ્યમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકારનું નેતૃત્વ કરતી તેલુગુ દેશમ પાર્ટી (TDP)ને બે બેઠકો મળવાની હતી, જ્યારે પવન કલ્યાણની આગેવાની હેઠળની જનસેના પાર્ટીને એક બેઠક મળવાની હતી. ચોથી બેઠક ભાજપના ખાતામાં આવવાની હતી. પરંતુ હવે એવું થતું જણાતું નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આંધ્રપ્રદેશની ચાર રાજ્યસભા બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપ ખાલી હાથે જતી હોય તેવું લાગી રહ્યું છે. આને તમિલનાડુમાં ઝડપથી બદલાતા રાજકીય ઘટનાક્રમ સાથે જોડવામાં આવી રહ્યું છે. તમિલનાડુ બીજેપીના પૂર્વ અધ્યક્ષ અન્નામલાઈએ પાર્ટી છોડી દીધી હોવાની ચર્ચા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેના કારણે તમિલનાડુના પડોશી આંધ્ર પ્રદેશની રાજ્યસભા સીટોની ચૂંટણીમાં બીજેપી બેકફૂટ પર આવી ગઈ છે.
આ પણ વાંચો: સરકારે પેટ્રોલનો વિકલ્પ શોધી લીધો, 2027 સુધીમાં દેશભરમાં 5000 ફ્લેક્સ ફ્યૂલ પંપ ખોલશે












