ટ્રેન્ડિંગબિઝનેસ

કોણ છે 37 વર્ષની ક્લેયર, જે સંભાળશે કિરણ મજૂમદારની 60000 કરોડની કંપની

Claire Mazumdar: બાયોફાર્માસ્યુટિકલ કંપની બાયોકોનના ફાઉન્ડર અને ચેરપર્સન કિરણ મજમુદાર શૉએ પોતાના ઉત્તરાધિકારી તરીકે ક્લેયર મજમુદારના નામની જાહેરાત કરી છે. ક્લેયર મજમુદાર કિરણ મજમુદારના ભાણી છે અને માત્ર 37 વર્ષની વયે આ વિશાળ જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે.

કોણ છે ક્લેયર મજમુદાર?

ક્લેયર મજમુદાર એક બાયોટેક એક્સપર્ટ અને કેન્સર રિસર્ચર છે. તેમણે MIT (મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) માંથી બાયોલોજિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને કેન્સર બાયોલોજીમાં PHD તેમજ MBAની ડિગ્રી પણ ધરાવે છે. તેઓ ‘Bicara Therapeutics’ નામની કંપનીના ફાઉન્ડર અને CEO છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 1.6 બિલિયન ડોલરથી વધુ છે અને તે અમેરિકન શેરબજાર Nasdaq પર લિસ્ટેડ છે.

શા માટે ક્લેયરની પસંદગી કરવામાં આવી?

કિરણ મજમુદાર શૉએ જણાવ્યું કે 37 વર્ષીય ક્લેયર કંપનીના ભવિષ્યના વિકાસ માટે સૌથી યોગ્ય વ્યક્તિ છે. કિરણ શૉને પોતાનું કોઈ સંતાન ન હોવાથી તેઓ કંપનીને સુરક્ષિત હાથોમાં સોંપવા માંગતા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે ક્લેયરની પસંદગી માત્ર સંબંધને કારણે નથી થઈ, પરંતુ તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી છે અને તેઓ ટેકનોલોજી, સાયન્સ અને ઇનોવેશનની ઊંડી સમજ ધરાવે છે.

કેટલી વિશાળ છે બાયોકોન કંપની?

બાયોકોનનું મુખ્યાલય બેંગલુરુમાં આવેલું છે અને તેનું માર્કેટ કેપિટલાઈઝેશન અંદાજે 58,418 કરોડ રૂપિયા છે. આ કંપની વિશ્વના 120થી વધુ દેશોમાં કાર્યરત છે અને અંદાજે 16,000 જેટલા કર્મચારીઓ ધરાવે છે. કંપનીનો વાર્ષિક રેવન્યુ 16,800 કરોડ રૂપિયા છે અને તે કેન્સર તથા ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ માટે સસ્તી અને જીવનરક્ષક દવાઓ બનાવે છે.

કંપનીના માળખામાં મોટા ફેરફાર

ઉત્તરાધિકારીની જાહેરાતની સાથે જ બાયોકોન તેના ઓર્ગેનાઈઝેશન સ્ટ્રક્ચરમાં પણ મોટા ફેરફારો કરવા જઈ રહી છે. કંપનીએ તેના જેનરિક્સ અને બાયોલોજિક્સ બિઝનેસનું મર્જર કર્યું છે અને ગ્રુપની અન્ય કંપનીઓમાં પણ લીડરશીપમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ પણ વાંચોઃ GSEB 10th Result : આવતીકાલે ધોરણ 10નું પરિણામ, આ રીતે ચેક કરો રિઝલ્ટ

આ પણ વાંચોઃ કોટના બીચ પર દુર્ઘટના: મહીસાગર નદીમાં ન્હાવા ગયેલા 9 પૈકી 2 યુવકોના ડૂબી જવાથી મોત, 7ને બચાવાયા

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button