નેશનલ

બિહારમાં: પત્નિ અને પિતાને ગોળી માર્યા બાદ ખુદને પણ ગાળી મારી, ત્રણેયના મોત, જાણો શું છે મામલો?

Bihar Crime News: રોહતાસમાં સોમવારે રાત્રે (24 નવેમ્બર, 2025) એક જ પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી. ભાનસ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના ડિહરા ગામમાં આ ઘટના બની હતી. મૃતકોની ઓળખ ડિહરા ગામના રહેવાસી અમિત સિંહ (આશરે 37-38 વર્ષ), શાલીગ્રામ સિંહ (આશરે 80 વર્ષ) અને નીતુ દેવી (આશરે 35-36 વર્ષ) તરીકે થઈ છે. હાલમાં, પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમિત અને નીતુ પતિ-પત્ની હતા, અને તેમનો એક 11 વર્ષનો બાળક પણ હતો. અમિત સિંહે પહેલા તેની પત્ની નીતુ દેવી અને પછી તેના પિતા શાલીગ્રામ સિંહને ગોળી મારીને બંનેની હત્યા કરી દીધી. ત્યારબાદ અમિતનું વર્તન જોઈને પરિવારના અન્ય સભ્યો ડરીને ઘરમાં છુપાઈ ગયા. થોડા સમય પછી, અમિતે પોતાને પણ ગોળી મારી દીધી, આ રીતે ત્રણેયના મોત થયા.

હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

પરિવારના સભ્યોના મતે, અમિત ડિપ્રેશનમાં હતો. તે બંદૂક ક્યાંથી લાવ્યો તે જાણી શકાયું નથી. બે દિવસથી તે ગામમાં પણ નહોતો. તે રાત્રે 12 વાગ્યે આવ્યો અને તેની પત્ની, પછી તેના પિતાને ગોળી માર્યા બાદ પોતાને પણ ગોળી મારી દીધી. હત્યા પાછળનુ કારણ હજુ જાણી શકાયું નથી. એવું પણ બહાર આવ્યું છે કે, અમિત માનસિક રીતે અસ્થિર હતો અને 8-10 વર્ષથી દવા લઈ રહ્યો હતો.

FSL ટીમે પુરાવા એકત્રિત કર્યા

આ કેસમાં, બિક્રમગંજના ASP અંકિત કુમારે જણાવ્યું કે, મંગળવારે સવારે ભાનસ પોલીસ સ્ટેશનને ડિહરા ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુની માહિતી મળી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને FSL ટીમ દ્વારા પુરાવા એકત્રિત કર્યા હતા. આગળની કાર્યવાહી ચાલુ છે. ASPએ જણાવ્યું કે, અમિત સિંહના પરિવારે જણાવ્યું છે કે, તે માનસિક રીતે અસ્વસ્થ હતો. પોલીસ દરેક એંગલની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ઈથોપિયામાં 12 હજાર વર્ષ જૂનો જ્વાળામુખી ફાટ્યો, 4000 કિમીનું અંતર કાપી કઈ રીતે ભારતમાં પહોંચ્યો ધુમાડો

Back to top button