ભારે કરી: શાક બનાવવામાં પત્નીએ મોટું બટાટું કાપ્યું તો પતિએ કોદાળીથી ગળું કાપી નાખ્યું

મધુબની, 27 એપ્રિલ 2025: બિહારમાં એક મહિલાની હત્યા તેના પતિએ ખાલી એટલા માટે કરી નાખી કેમ કે તેણે શાકભાજીમાં મોટું બટાટું કાપ્યું હતું. આ ચોંકાવનારી ઘટના મધુબની જિલ્લાની છે. મધુબની જિલ્લાના પતૌના વિસ્તારના તેઘરા ગામમાં પતિએ મામૂલી વિવાદમાં કોદાળીથી પત્ની સોની દેવીની ડોક કાપીને હત્યા કરી નાખી. કહેવાય છે કે, શાક બનાવતી વખતે પત્નીએ નાના બટાટાની જગ્યાએ મોટું બટાટું કાપી નાખ્યું. તેનાથી નારાજ પતિએ કોદાળી લઈને પત્નીની હત્યા કરી નાખી.
પટણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજકિશોર પંડિતે જણાવ્યું કે આરોપી પતિ રતિલાલ યાદવની ધરપકડ કરવામાં આવી છે. મૃતક સોની દેવીનો મૃતદેહ તેના ઘરથી બસો મીટર પૂર્વમાં મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે મૃતદેહને અગ્નિસંસ્કાર કરવાના હેતુથી ફુલબારી નજીક રાખવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ખાંડની એક બોરી પણ જપ્ત કરી છે. સોનીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. તેમને છ મહિનાનો દીકરો પણ છે.
ડીએસપી નિશિકાંત ભારતીએ જણાવ્યું હતું કે આ હત્યા પારિવારિક વિવાદને કારણે થઈ હતી. મૃતદેહના અગ્નિસંસ્કારની પ્રક્રિયામાં મદદ કરનારાઓની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. FSL ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે.
SFL ટીમે ઘટના સ્થળની તપાસ કરી
માહિતી મળતાં જ ડીએસપી નિશિકાંત ભારતી, ઇન્સ્પેક્ટર નીરજ કુમાર વર્મા, બિસ્ફીના એસએચઓ અવિનાશ કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા. FSL ટીમે ગુનાના સ્થળેથી હત્યામાં વપરાયેલા કોદાળી, સાડી, પેટીકોટ અને લોહીના નમૂના પણ એકત્રિત કર્યા હતા. આરોપી રતિલાલ દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. ઘટના પછી, સોનીના દીકરાને એક ઘરમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો. પોલીસે તેને શોધી લીધો છે. બાળકને પટના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મુંબઈ: EDની ઓફિસમાં મોડી રાતે ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ આવી પહોંચી












