ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં મહાગઠબંધનને મોટો ઝટકો, મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ પાછળ રહ્યા, ભાજપે લીડ બનાવી

પટના, 14 નવેમ્બર 2025: બિહારમાં વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. જ્યાં એનડીએમાંથી નીતિશ કુમાર અને મહાગઠબંધનમાંથી તેજસ્વી યાદવ મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. ત્યારે બિહારની રાઘોપુર વિધાનસભા સીટ પરથી તેજસ્વી યાદવની શું હાલત છે, તે જાણવું ખૂબ જરુરી છે.

રાઘોપુર વિધાનસભા સીટ બિહારના વૈશાલી જિલ્લાની એક મહત્ત્વપૂર્ણ સીટ છે. આ સીટથી તેજસ્વી યાદવ 1200 વોટથી પાછળ ચાલી રહ્યા છે. ભાજપના સતીશ કુમાર આ સીટ પર લીડ બનાવી છે.

રાઘોપુર લાલુ પરિવારની પરંપરાગત બેઠક રહી છે, અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ આ બેઠક પરથી આરજેડી ઉમેદવાર છે. આ તેમની ત્રીજી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ રાજ્યની હાઇ-પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સતીશ કુમાર યાદવ અને જન સૂરજ પાર્ટી (જેએસપી) ના ચંચલ કુમાર અહીંથી ઉમેદવાર છે.

બિહારમાં વિધાનસભાની ચૂંટણી 2025ના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. 11 વાગ્યા સુધીના વલણમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળતો દેખાઈ રહ્યો છે, જ્યારે સામે મહાગઠબંધનની હાલત અત્યંત ખરાબ દેખાઈ રહી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીના તો સૂપડા સાફ થતાં દેખાઈ રહ્યા છે. ત્યારે આવા સમયે બિહારમાં ફરી એક વાર નીતિશ કુમાર સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવતા દેખાઈ રહ્યા છે.

અત્યાર સુધી, બિહાર ચૂંટણીના વલણો દર્શાવે છે કે નીતિશ કુમારના જેડીયુના નેતૃત્વ હેઠળના એનડીએ 190 બેઠકો પર આગળ છે, જ્યારે તેજસ્વી યાદવના મહાગઠબંધનને ફક્ત 50 બેઠકો પર આગળ છે. વધુમાં, તે અન્ય ત્રણ બેઠકો પર આગળ છે.

ગૃહમંત્રી અમિત શાહે “અબકી બાર 160 પાર” સૂત્ર આપ્યું હતું. તેમનું સૂત્ર સાચું સાબિત થઈ રહ્યું હોય તેવું લાગે છે. ચૂંટણી પંચના મતે, NDA ૧૬૦ થી વધુ બેઠકો પર આગળ છે. ભાજપ ૬૮, JDU ૬૫, LJP ૧૬ અને HAM ૪ બેઠકો પર આગળ છે.

શરૂઆતના વલણો અનુસાર, NDA હાલમાં 152 બેઠકો પર આગળ છે, જ્યારે વિપક્ષી મહાગઠબંધન 75 બેઠકો પર નોંધપાત્ર રીતે પાછળ છે. NDAમાં, ભાજપ 78 બેઠકો સાથે, જનતા દળ યુનાઇટેડ 64 બેઠકો સાથે, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) સાત બેઠકો સાથે અને HAM (S) એક બેઠકો સાથે આગળ છે.

આ પણ વાંચો: Bihar Election Result 2025: બિહારમાં NDA ઐતિહાસિક જીત તરફ આગળ, 200 સીટ સાથે લીડ બનાવી

Back to top button