ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર, AAPના ધારાસભ્ય ચૈતર વસાવા જમીન વિવાદમાં દોષિત જાહેર

Gujarat News : ગુજરાત રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. જેમાં આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જંગલ ખાતાની જમીન સંબંધિત વિવાદમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે તેમની પત્ની સહિત કુલ 8 આરોપીઓને પણ દોષિત ઠેરાવવામાં આવ્યા છે. નોંધનિય છે કે, નર્મદા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો છે.

આ હતો સમગ્ર વિવાદ

સમગ્ર વિગત અનુસાર, નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદમાં ધારાસભ્ય પર આરોપ લગાવાયો હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો છે. આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ચૈતર વસાવા અને પત્ની સહિત 9 આરોપીઓ દોષિત જાહેર

 

આ કેસમાં માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરી ધમકાવવાના ગંભીર આક્ષેપો હેઠળ આ ગુનો નોંધાયો હતો જેનો આજે ચુકાદો આવ્યો છે.

ચૈતર વસાવા ગુજરાત AAPના દિગ્ગજ આદિવાસી નેતા છે. આ ચુકાદા બાદ તેમના ધારાસભ્ય પદ અને આગામી રાજકીય ભવિષ્ય પર મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે કોર્ટ દ્વારા હવે આ મામલે સજાની શું જાહેરાત કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો : સુરત કોચિંગ કાંડથી લઈ અલીગંજ સુધી, દેશના આટલા કોચિંગ સેન્ટરમાં જીવ ગુમાવી ચુક્યા છે બાળકો

Back to top button