WhatsAppમાં મોટું અપડેટ: નવો ઓપ્શન મળ્યો, હવે AI ફીચર્સનો ઉપયોગ કરવું વધુ સરળ બનશે

HD ન્યુઝ ડેસ્ક, 13 માર્ચ 2026: Big update in WhatsApp: વિશ્વની લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત એક મોટું અપડેટ રજૂ કર્યું છે. હવે એપમાં નવું ‘Meta AI Tab’ ઉમેરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ સરળતાથી AI ફીચર્સનો ઉપયોગ કરી શકશે.
ટેક વેબસાઇટ WABetaInfo ની રિપોર્ટ મુજબ, આ નવા ટેબથી યુઝર્સ સીધા AI સાથે વાતચીત કરી શકશે અને વિવિધ AI આધારિત ટૂલ્સનો ઉપયોગ કરી શકશે.
ટેક્સ્ટ અને વોઇસથી AI સાથે વાતચીત
નવા Meta AI Tab દ્વારા યુઝર્સ AI સાથે
-
ટેક્સ્ટ મેસેજ દ્વારા
-
વોઇસ કમાન્ડ દ્વારા
વાતચીત કરી શકશે. ઉપરાંત, આ ટેબની મદદથી એનિમેટેડ ઇમેજ અને અન્ય ક્રિએટિવ કન્ટેન્ટ પણ તૈયાર કરી શકાશે.
એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં જોવા મળ્યું ફીચર
રિપોર્ટ અનુસાર આ નવું ફીચર હાલ WhatsApp Beta for Android વર્ઝનમાં જોવા મળ્યું છે. હાલમાં તેનો ટેસ્ટિંગ મર્યાદિત એન્ડ્રોઇડ યુઝર્સ સાથે કરવામાં આવી રહ્યો છે.
એપમાં નવો AI સેન્ટર
આ નવું ટેબ એક સેન્ટ્રલાઇઝ્ડ AI ટૂલ તરીકે કામ કરશે, જ્યાંથી યુઝર્સ તમામ AI ફીચર્સ સરળતાથી એક જ જગ્યાએથી ઉપયોગ કરી શકશે.
‘Communities’ ટેબની જગ્યાએ AI ટેબ
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, નવા Meta AI Tab માટે એપના ઇન્ટરફેસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક બીટા વર્ઝનમાં Communities ટેબ દૂર કરીને તેની જગ્યાએ AI ટેબ ઉમેરવામાં આવ્યું છે, જેથી યુઝર્સને AI ચેટ્સ માટે અલગ સેકશન મળી શકે.
હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં
હાલ આ ફીચર માત્ર કેટલાક એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. સફળ ટેસ્ટિંગ બાદ આવનારા સમયમાં આ અપડેટ તમામ WhatsApp યુઝર્સ માટે ઉપલબ્ધ થવાની શક્યતા છે.
આ પણ વાંચો : ‘ધુરંધર 2’ રિલીઝ પહેલાં આદિત્ય ધરનો ફેન્સને ખાસ મેસેજ: “તમારા સપનાઓ પર હંમેશા વિશ્વાસ રાખો”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો











