
Gujarat News : અમદાવાદના ગાંધીગ્રામ રેલવેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની કનેક્ટિવિટીને વેગ આપતા, રેલવે બોર્ડે 3 જોડી એક્સપ્રેસ ટ્રેનોના ટર્મિનલ પોઇન્ટને સાબરમતી રેલવે સ્ટેશનથી ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર શિફ્ટ કરવાની મંજૂરી આપી છે. આ ટ્રેનો હવે ગાંધીગ્રામથી ઉપડશે અને ત્યાં જ આવીને મુસાફરી પૂર્ણ કરશે, આ ઉપરાંત આ ટ્રેનો રસ્તામાં ચાંદખેડા રોડ સ્ટેશન પર પણ ઉભી રહેશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રેલવે બોર્ડે આદેશ જાહેર કર્યો કે…
રેલવે બોર્ડ દ્વારા 19 જૂન, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, 14821/14822 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ, 12547/12548 આગ્રા કેન્ટ-સાબરમતી એક્સપ્રેસ અને 22547/22548 ગ્વાલિયર-સાબરમતી એક્સપ્રેસનું ટર્મિનલ સાબરમતીથી બદલીને ગાંધીગ્રામ કરાશે. પશ્ચિમ રેલવેને યોગ્ય તારીખથી આ ફેરફાર લાગુ કરવાનો નિર્દેશ અપાયો છે.
શરૂઆતની સેવા સ્પેશિયલ ટ્રેન તરીકે ચલાવવા પણ સૂચના અપાઈ
રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેને આ ફેરફારોની વ્યાપક પ્રસિદ્ધિ કરવા અને જો જરૂર પડે તો, શરૂઆતની સેવા સ્પેશિયલ ટ્રેન તરીકે ચલાવવા પણ સૂચના આપી છે. આ નિર્ણયથી અમદાવાદના મધ્ય ભાગમાં અને ત્યાંથી અન્ય સ્થળોએ મુસાફરી કરતા મુસાફરોને મોટો ફાયદો થવાની અપેક્ષા છે, કારણ કે, આ સ્ટેશન મુખ્ય શહેરમાં આવેલું છે, અને જાહેર પરિવહન સાથે સારી રીતે જોડાયેલું છે.
આ પણ વાંચો : ઇંગ્લેન્ડ સામેની ODI જંગ માટે ટીમ ઈન્ડિયા તૈયાર, વિરાટ કોહલી અને બુમરાહની વાપસીથી ચાહકોમાં ઉત્સાહ












