ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ડિગ્રી-ડિપ્લોમાના નાપાસ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર
- જીટીયુ દ્વારા ફરી એકવાર અંતિમ તક આપવા નિર્ણય લેવાયો છે
- નાપાસ હોય તેવા જુના 20 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે
- જીટીયુ દ્વારા 3 વખત વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો ચાન્સ અપાઈ ચુક્યો છે
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ડિગ્રી અને ડિપ્લોમાના જુના નાપાસ વિદ્યાર્થીઓને બેકલોગ ક્લિયર કરવા એટલે કે જે વિષયોમાં નાપાસ થયા હોય તે વિષયોની પરીક્ષા આપી પાસ થવા માટે ફરીવાર એક અંતિમ તક આપી છે.
જીટીયુ દ્વારા ફરી એકવાર અંતિમ તક આપવા નિર્ણય લેવાયો છે
જીટીયુમાં જુના વિદ્યાર્થીઓની અનેક રજૂઆતો આવી હતી અને જને પગલે જીટીયુ દ્વારા ફરી એકવાર અંતિમ તક આપવા નિર્ણય લેવાયો છે. હાલ જીટીયુમાં પ્રથમ બેચથી લઈને અત્યાર સુધીના વિવિધ ડિગ્રી-ડિપ્લોમા કોર્સીસના નાપાસ હોય તેવા જુના 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે અને જેઓનું એનરોલમેન્ટ પણ પૂર્ણ થઈ ગયુ છે તેમને લાભ થશે.
જીટીયુ દ્વારા 3 વખત વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો ચાન્સ અપાઈ ચુક્યો છે
જીટીયુ દ્વારા 3 વખત વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો ચાન્સ અપાઈ ચુક્યો છે. જો કે તેમ છતાં પણ હજુ વર્ષ 2011થી લઈને વર્ષ 2018 સુધીના વર્ષનો વિવિધ ડિગ્રી-ડિપ્લોમા કોર્સીસના લગભગ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ વિવિધ વિષયોમાં નાપાસ-હોય બેકલોગ હોય હાલ નાપાસ છે, તેઓનું એનરોલમેન્ટ પણ ચાલુ નથી. જેથી આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખતા યુનિવર્સિટી વધુ એકવાર અંતિમ તક આપવામા આવી છે. જેથી હવે જે વિદ્યાર્થીઓનું એનરોલેન્ટ પુરુ થઈ ગયુ છે અને બેકલોગ છે તેવા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
સેમેસ્ટર 2025ની પરીક્ષામાં બેસવા માટે પાંચ હજાર ફી ભરવાની રહેશે
યુનિવર્સિટીની શરતો મુજબ વિદ્યાર્થીના અગાઉ તમામ સેમેસ્ટર ગ્રાન્ટ થયેલા હોવા જોઈએ અને તમામ સેમેસ્ટરમાં તેણે અભ્યાસ કરેલો હોવો જોઈએ. વિદ્યાર્થીએ હવે પછીની સમર સેમેસ્ટર 2025ની પરીક્ષામાં બેસવા માટે પાંચ હજાર ફી ભરવાની રહેશે. ગત વર્ષે જુના વિદ્યાર્થીઓ માટે 22 હજાર ફોર્મ રીલીઝ થયા હતા. જેમાંથી 3694 ફોર્મ ભરાયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ : અશાંત ધારાની વિચિત્ર જોગવાઈઓને કારણે કેટલાય પરિવારો હેરાન












