ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, શિંહોરમાં 5 ઈંચ વરસાદ ખાબકતા ખેડૂતોની હાલત ખરાબ થઈ

અમદાવાદ, 27 ઓક્ટોબર 2025: હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આજે અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, આણંદ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કર્યું છે.

ભાવનગર પંથકમાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસી રહ્યો છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવો દ્રશ્યો સામે આવ્યા છે અને શિયાળામાં ચોમાસા જેવો વરસાદ ખાબકયો છે, ભાવનગર મહુવા તાલુકાના ટાઉન વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર કોમોસમી વરસાદ શરૂ થતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી હતી.
હવામાન વિભાગ દ્વારા આજે આપવામાં આવેલી આગાહીને લઈ ભાવનગર જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સતત બીજા દિવસે કમોસમી માવઠું વરસવાના કારણે મહુવાના હોસ્પિટલ માર્ગો પર ગોઠણ સુધીના પાણી ભરાયા છે અને કમોસમી વરસાદ ખાબકતા તાલુકા ગ્રામ્ય પંથકમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કમોસમી વરસાદના કારણે કપાસ, સીંગ, સોયાબીન અને ઘાસચારમાં સૌથી વધું નુકસાની જવાની ભીતી સેવાઈ રહી છે.
Back to top button