રક્ષાબંધનના દિવસે સૂર્યોદય પહેલા ખતમ થઈ જશે ભદ્રા, જાણો રાખડી બાંધવાનું ઉત્તમ મુહૂર્ત

- રક્ષાબંધન પર રાખડી બાંધવાના શુભ સમયને ધ્યાનમાં રાખવો મહત્ત્વનો છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર ભદ્રાકાળ દરમિયાન રાખડી બાંધવી અશુભ છે
HD ન્યુઝ ડેસ્કઃ હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન Raksha Bandhan ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટના રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવાર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની પાસેથી રક્ષણનું વચન માંગે છે અને ભાઈઓ હંમેશા તેમને રક્ષણનું વચન આપે છે તેમજ ભેટો વગેરે આપે છે. રક્ષાબંધન પર રાખડી બાંધવાના શુભ સમયને ધ્યાનમાં રાખવો મહત્ત્વનો છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર ભદ્રાકાળ દરમિયાન રાખડી બાંધવી અશુભ છે, તેથી ભદ્રા Bhadra દરમિયાન રાખડી ન બાંધવી જોઈએ. આ વખતે રક્ષાબંધન પર ભદ્રા સૂર્યોદય પહેલા સમાપ્ત થાય છે, જેના કારણે ભદ્રાનો પડછાયો રહેશે નહીં. રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય જાણોઃ
ભદ્રા સૂર્યોદય પહેલા સમાપ્ત થશે:
શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભદ્રા સૂર્યોદય પહેલા સમાપ્ત થશે. ભદ્રા 08 ઓગસ્ટના રોજ બપોરે 02:12 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 01:52 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે સૂર્યોદય સવારે 05:47 વાગ્યે થશે.
રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય
9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય સવારે 05:47 થી બપોરે 01:24 વાગ્યા સુધીનો રહેશે.
રક્ષાબંધનના શુભ મુહૂર્ત
- શુભ – ઉત્તમ: 07:27 AM થી 09:07 AM
- લાભ – ઉન્નતિ: 02:06 PM થી 03:46 PM
- અમૃત – શ્રેષ્ઠ: 03:46 PM થી 05:26 PM
રાખડી બાંધવાની રીત
એક થાળીમાં કુમકુમ, અક્ષત, મીઠાઈ, રાખડી અને દીવો રાખો. પરંપરા મુજબ ભાઈને પૂર્વ તરફ મુખ રાખીને બેસાડો અને બહેનને પશ્ચિમ તરફ મુખ રાખીને બેસાડો. બહેને ભાઈના કપાળ પર કુમકુમ, ચંદન અને તિલક લગાવવાનું હોય છે અને પછી ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. રાખડી બંધાઈ ગયા બાદ ભાઈની આરતી કરવાની પણ પરંપરા છે. છેલ્લે ભાઈને મીઠાઈ ખવડાવીને શુભેચ્છા આપવામાં આવે છે. એ સાથે જ ભાઈ પણ બહેનને શુભેચ્છા આપે છે અને કાંતો બહેનને મનગમતી વસ્તુની અથવા ભાઈ તેની ક્ષમતા મુજબની ભેટ બહેનને આપે છે.
આ પણ વાંચોઃ ઓગસ્ટમાં બુધ માર્ગી થતા આ રાશિઓનો સારો સમય થશે શરૂ












