ચાંદખેડામાં સોપારીનો વેપારી વ્યાજખોરોની દાદાગીરીનો શિકાર બન્યો

અમદાવાદ 04 જુલાઈ 2025: શહેરના ચાંદખેડા વિસ્તારમાં સોપારીના વેપારી સાથે લૂંટફાટ અને મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર વેપારીએ માત્ર 7 લાખ રૂપિયાની વ્યાજ પર રકમ લીધી હતી, પરંતુ સમય પસાર થતાં વ્યાજખોરોએ વ્યાજમાં કુલ 34 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
મળતી વિગત મુજબ, વેપારીને આરોપીઓ સાથે લઈ જઈ બંધક બનાવી ઢોરમાર મારવામાં આવ્યો હતો. વેપારીએ મુશ્કેલી વચ્ચે પોતાની જાન બચાવવા સ્થળ પરથી પલાયન કર્યું હતું અને ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચી પોલીસમાં ફરીયાદ નોંધાવી.
પોલીસે વેપારીની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ વ્યાજખોરીના ધંધામાં સંડોવાયેલા હોવાની શક્યતા છે અને અગાઉ પણ આવા બનાવોમાં તેમનું નામ ઉછળ્યું હતું કે કેમ તે પણ તપાસ હેઠળ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં જાહેરમાં જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ કેટલા હજારનો મુદ્દામાલ જપ્ત?












