ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

સચિન તેંદુલકરને રિપ્લેસ કરવા ઈચ્છતી હતી BCCI, ભારતીય દિગ્ગજનું આની પર શું રિએક્શન હતું?

  • સંદીપ પાટિલે ખુલાસો કર્યો કે 2012 માં જ્યારે સચિન ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે BCCI તેને રિપ્લેસ કરવાનું વિચાર્યું હતું

Sports News: સચિન તેંડુલકર Sachin Tendulkarને વિશ્વ ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંના એક અને ક્રિકેટના ભગવાન માનવામાં આવે છે. 2013 માં સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, જ્યાં તે ODI અને ટેસ્ટ બંને ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે. 2011માં ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ જીત્યા પછી સચિનનું ફોર્મ ઘટ્યું હતું. આમ છતાં કોઈએ તેને ટીમમાંથી બહાર કરવાનું વિચાર્યું નહીં. સચિને ઘણા વર્ષો સુધી એકલા હાથે ટીમ ઈન્ડિયાનો ભાર પોતાના ખભે ઉપાડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર સંદીપ પાટિલે એક એવો ખુલાસો કર્યો છે જેણે ચોક્કસપણે બધાને ચોંકાવી દીધા છે. સંદીપ પાટિલે ખુલાસો કર્યો કે 2012 માં જ્યારે સચિન ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે BCCI તેને રિપ્લેસ કરવાનું વિચાર્યું હતું.

સચિન તેંદુલકરને રિપ્લેસ કરવા ઈચ્છતી હતી BCCI, ભારતીય દિગ્ગજનું આની પર શું રિએક્શન હતું? hum dekhenge news

સચિન રિપ્લેસમેન્ટ વિશે સાંભળીને ચોંકી ગયો હતો

વિકી લાલવાણીના યુટ્યુબ શોમાં વાત કરતા સંદીપ પાટીલે કહ્યું કે તેંડુલકરને એ જાણીને આશ્ચર્ય થયું હતું કે પસંદગી સમિતિ તેને દૂર કરવાની યોજના બનાવી રહી છે. સંદીપ પાટિલે જણાવ્યું કે અમે સચિનને તેની ભવિષ્યની યોજનાઓ વિશે પૂછ્યું હતું, પરંતુ તેણે જવાબ આપ્યો હતો કેમ? પાટીલે કહ્યું કે પસંદગી સમિતિ તેનું રિપ્લેસમેન્ટ શોધી રહી છે, જેને લઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તે પછી તેણે મને ફરીથી ફોન કર્યો અને પૂછ્યું કે શું તમે સિરીયસ છો? અને મેં તેને હા પાડી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પાટીલે વધુમા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પસંદગી સમિતિ પાસે કોઈ ખેલાડીને નિવૃત્તિ લેવા દબાણ કરવાનો અધિકાર નથી. પસંદગીકારો કોઈ ખેલાડીને કહી શકતા નથી કે તેની કારકિર્દી પૂરી થઈ ગઈ છે. અમે સચિનને ​​તેની યોજનાઓ વિશે પૂછ્યું અને તેણે કહ્યું કે તે રમવાનું ચાલુ રાખવા માંગે છે, અને અમે કહ્યું ઠીક છે. મારા કાર્યકાળને ઘણીવાર સચિનની નિવૃત્તિ માટે યાદ કરવામાં આવે છે, કે અમે તેને પડતો મૂક્યો હતો.

2012નું વર્ષ સચિન માટે ખૂબ જ ખરાબ રહ્યું હતું

ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપ વિજય પછી 2012 સચિન તેંડુલકર માટે ખરાબ વર્ષ રહ્યું હતું. નવ ટેસ્ટમાં તેણે સરેરાશ 23.80 રન કર્યા હતા, તો 10 ODIમાં તેનો સરેરાશ 31.50 રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન સચિને એક પણ સદી ફટકારી ન હતી. સંદીપ પાટિલ સાથે વાત કર્યા પછી તેંડુલકરે ચીફ સિલેક્ટરને તેની નિવૃત્તિ વિશે માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ મેચ ફિક્સિંગ માટે પૂર્વ IPL ક્રિકેટર સસ્પેન્ડ, ICCએ બે વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરી

Back to top button