Norway Chess: ભારતના ડી ગુકેશની શાનદાર જીત, પાંચ વારના ચેમ્પિયન કાર્લસનને હરાવ્યો

D Gukesh beat Magnus Carlsen: વર્લ્ડ ચેમ્પિયન ગુકેશ ડીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. તેણે નોર્વે ચેસ 2025ના છઠ્ઠા રાઉન્ડમાં મેગ્નસ કાર્લસનને પહેલી વાર ક્લાસિકલ ટાઈમ કંટ્રોલમાં હરાવી દીધો. આ હારથી નારાજ કાર્લસને ગુસ્સામાં ચેસ બોર્ડ પર ધુબ્બો મારી દીધો. તેનાથી સૌ કોઈ ચોંકી ગયા.
ગુકેશ ડી એ ફરી એકવાર એક મહાન પરાક્રમ કર્યું છે. ગુકેશ સામે હાર્યા બાદ, ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન પોતાના ગુસ્સા પર કાબુ રાખી શક્યો નહીં. મેચ પૂરી થતાં જ, તેણે ગુસ્સામાં ચેઝને મુક્કો માર્યો, જોકે તેને ટૂંક સમયમાં જ તેની ભૂલનો અહેસાસ થયો. તેણે તરત જ માફી માંગી અને વિજેતા ગુકેશને તેની જીત બદલ અભિનંદન આપ્યા હતા.
View this post on Instagram
ગુકેશ ડી ની ઉજવણી
જીત પછી ગુકેશે કોઈ આક્રમકતા દર્શાવી નહીં, તેણે ફક્ત કાર્લસન સાથે હાથ મિલાવ્યો અને શાંતિથી તેની સીટ પરથી ઊભો થયો અને મોં પર હાથ દબાવીને એક જગ્યાએ ઊભો રહ્યો. એવું લાગતું હતું કે તે પોતે પણ વિશ્વાસ કરી શકતો નથી કે તેણે આ કર્યું છે, તેણે ભૂતપૂર્વ નંબર-1 મેગ્નસ કાર્લસનને હરાવ્યો છે.
ગુકેશ ડીએ શાનદાર વાપસી કરી
અહીં ઉલ્લેખનિય છે કે 19 વર્ષીય ગુકેશ ડી પહેલા રાઉન્ડમાં કાર્લસન સામે હારી ગયો હતો. આ જીત પછી, કાર્લસને એક પોસ્ટ પણ કરી જેમાં તેણે લખ્યું હતું કે ‘જ્યારે તમે રાજા સામે રમો છો, ત્યારે તમારે ચૂકી ન જવું જોઈએ.’ કદાચ તે આ પોસ્ટ દ્વારા કહેવા માંગતો હતો કે તેને હરાવવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ ગુકેશે પોતાની રમતથી આનો યોગ્ય જવાબ આપ્યો હતો.
ગુકેશે સમગ્ર રમત દરમિયાન ધીરજ અને શિસ્ત જાળવી રાખી. તેણે ઇન્ક્રીમેન્ટ ટાઇમ કંટ્રોલમાં વાપસી કરી, જ્યારે આ પહેલા કાર્લસને મોટાભાગે લીડ જાળવી રાખી હતી. ગુકેશે કાર્લસનની ભૂલનો લાભ ઉઠાવીને સ્થિતિ બદલી નાખી. છેલ્લા રાઉન્ડમાં ગુકેશે વળતો હુમલો કરીને જીત મેળવી.
આ પણ વાંચો: JEE Advanced Result 2025: JEE એડવાંસનું રિઝલ્ટ જાહેર થયું, આંસર કી પણ ચેક કરી શકશો












