ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

ભારે વરસાદ વચ્ચે તંત્રનો મહત્ત્વનો નિર્ણયઃ આવતીકાલે બનાસકાંઠાની તમામ શૈક્ષણિક સંસ્થા રહેશે બંધ

બનાસકાંઠાઃ 7 સપ્ટેમ્બર, 2025: Banaskantha Rain Update: છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. શનિવારની સાંજથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક રોડ-રસ્તા બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક જગ્યાએ વાહન-વ્યવહાર ખોરવાયા, તો કેટલાકના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. વરસાદની આવી પરિસ્થિતિ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં સોમવારે (8 સપ્ટેમ્બર) આંગળવાડીથી લઈને શાળા-કોલેજ સુધીના તમામ શૈક્ષણિક ક્ષેત્રો બંધ રહેશે.

જિલ્લા કલેક્ટરનો મહત્ત્વનો નિર્ણય

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ સોમવાર (8 સપ્ટેમ્બર)ના રોજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

નાગરિકોને તંત્રની વિનંતી

આ સિવાય તંત્ર દ્વારા ભારે વરસાદ વચ્ચે નાગરિકોએ તકેદારી રાખવા તથા સુરક્ષિત રહેવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મફત અનાજથી લઈને મુસાફરી… ચૂંટણી પહેલા જાણો ઉપરાષ્ટ્રપતિને કઈ-કઈ સુવિધા મળે છે

આ પણ વાંચોઃ ભારતીય ટીમે હોકી એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો, વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય થયું

Back to top button