મફત અનાજથી લઈને મુસાફરી… ચૂંટણી પહેલા જાણો ઉપરાષ્ટ્રપતિને કઈ-કઈ સુવિધા મળે છે
નવી દિલ્હીઃ 7 સપ્ટેમ્બર, 2025: Vice President Election: ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ ચૂંટણી સામાન્ય સંજોગોમાં નથી યોજાઈ રહી. કારણ કે જગદીપ ધનખડે સ્વાસ્થ્ય સમસ્યાઓને ટાંકીને પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યા વિના આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અચાનક રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા. NDA એ CP રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વળી, વિપક્ષી ગઠબંધન INDIAએ પૂર્વ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
ઉપરાષ્ટ્રપતિને કઈ સુવિધા મળે છે?
ચાલો જાણીએ કે, દેશના બંધારણીય માળખામાં બીજા ક્રમના સર્વોચ્ચ પદ ધરાવતા ઉપરાષ્ટ્રપતિને કઈ સુવિધાઓ મળે છે.
ભારતના ઉપરાષ્ટ્રપતિને નિયમિત પગાર મળતો નથી. પરંતુ ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકેની ફરજો બજાવવા બદલ પગાર મળે છે. રાજ્યસભાના અધ્યક્ષનો પગાર દર મહિને 4 લાખ રૂપિયા છે.
કેટલો મળે છે પગાર?
ઉપરાષ્ટ્રપતિનો પગાર સંસદના અધિકારીઓના પગાર અને ભથ્થા અધિનિયમ, 1953 હેઠળ નક્કી કરવામાં આવે છે. અધિકારીઓનું કહેવું છે કે, ઉપરાષ્ટ્રપતિ પદ માટે પગાર માટે કોઈ ખાસ જોગવાઈ નથી. ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના અધ્યક્ષ તરીકે પગાર અને સુવિધાઓ આપવામાં આવે છે.
રહેવાથી લઈને ફરવા સુધીની મફત સેવા
ઉપરાષ્ટ્રપતિને મફત રહેવાની વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ, ટ્રેન-હવાઈ મુસાફરી, લેન્ડલાઈન, મોબાઈલ ફોન સેવા, વ્યક્તિગત સુરક્ષા અને સ્ટાફ જેવી ઘણી સુવિધાઓ મળે છે.
કેટલું મળે છે પેન્શન?
પૂર્વ ઉપરાષ્ટ્રપતિને સરકાર તરફથી ઘણી સુવિધાઓ પણ મળે છે. પૂર્વ રાષ્ટ્રપતિને દર મહિને લગભગ 2 લાખ રૂપિયા પેન્શન તરીકે મળે છે. આ સાથે તેમને ટાઇપ-8 બંગલો, પર્સનલ સેક્રેટરી, આસિસ્ટન્ટ, ડૉક્ટર અને અન્ય સ્ટાફ જેવી સુવિધાઓ પણ મળે છે.
જો પૂર્વ રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય છે, તો તેમની પત્નીને આજીવન ટાઇપ-7 બંગલો મળે છે.
આ પણ વાંચોઃ ભારતીય ટીમે હોકી એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો, વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય થયું
આ પણ વાંચોઃ I.N.D.I.A ગઠબંધનની ડિનર બેઠક થઈ રદ, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કારણ












