ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં ગૌશાળાનું દબાણ દૂર કર્યા બાદ પશુઓના મોતથી જીવદયા પ્રેમીઓમાં રોષ

Text To Speech
  •  પાલિકાએ વ્યવસ્થા ના કરતા પશુઓના મોતનો આક્ષેપ

પાલનપુર : ડીસામાં વિવાદિત ગૌશાળાનું દબાણ પાલિકા દ્વારા તોડી પડાતા અને બાકીનું દબાણ પણ તોડવાનું અલ્ટીમેટમ આપતા ગૌસેવકો ગૌશાળા છોડી જતા રહ્યા હતા.ત્યારે ઘાસ ચારાના અભાવે દસથી બાર પશુઓના મોત થયાની ઘટના સામે આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. જોકે પાલિકા દ્વારા દબાણ હટાવ્યા બાદ આ પશુઓને અન્ય જગ્યાએ ખસેડી ઘાસચારાની વ્યવસ્થા પણ કરવી જરૂરી હતી પરંતુ નગરપાલિકાએ કોઈ જ વ્યવસ્થા ન કરતા પશુઓના મોત થતા ગૌસેવકો રોષે ભરાયા હતા અને આ બાબતની જાણ થતાં ગૌસેવકો દોડી આવ્યા હતા પરંતુ ઘાસચારો ન હોવાથી શુ કરવું તે બાબતે પણ મુંઝવણમાં મુકાયા હતા.

આ પણ વાંચો :  બનાસકાંઠા : એલ.સી.બી. પોલીસે ભોયણ પાસે ટેન્કરમાં ભરેલી 3834 દારૂની બોટલ કરી જપ્ત

Back to top button