ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : એલ.સી.બી. પોલીસે ભોયણ પાસે ટેન્કરમાં ભરેલી 3834 દારૂની બોટલ કરી જપ્ત

Text To Speech
  • દારૂ અને ટ્રક સહિત કુલ રૂ. 20.18 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

પાલનપુર : બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમ આજ ડીસા પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે રાજસ્થાનથી મહેસાણા તરફ એક દારૂ ભરેલું ટેન્કર જઈ રહ્યું હોવાની માહિતી મળતા જ ભોયણ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલા એક શંકાસ્પદ ટેન્કરને થોભાવી તલાસી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટેન્કરમાં ભરેલી 3834 દારૂની બોટલ જપ્ત કરી હતી.

તેમજ દારૂ અને ટ્રક સહિત કુલ 20.18 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ટ્રક ચાલક માંગીલાલ બિસ્નોઇ અને ભવરલાલ બિસ્નોઇની અટકાયત કરી હતી. પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા ઝડપાયેલા બંને આરોપીઓએ રાજસ્થાનના જાલોર પાસેથી દારૂ ભરી મહેસાણા આજુબાજુમાં ડિલિવરી આપવા જતા હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી એલસીબીની ટીમે ઝડપાયેલા બે આરોપીઓ તેમજ માલ મંગાવનાર અને ભરાવનાર સહિત ચાર લોકો સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  પાલનપુર: સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સ્પોકન ઇંગ્લિશ અને ટેલિ એકાઉન્ટિંગના શરૂ કરાયા વર્ગો

Back to top button