ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકાના કેલિફોર્નિયાની સ્કૂલમાં ફાયરિંગ, અનેક વિદ્યાર્થી ઘાયલ

અમેરિકાના કેલિફોર્નિયાની એક શાળામાં ફાયરિંગની ઘટના બની છે. ફરીથી સ્કૂલના બાળકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક શંકાસ્પદ વ્યક્તિએ સ્કૂલમાં ગોળીબાર કર્યો છે. આ ગોળીબાર ઓકલેન્ડ વિસ્તારમાં થયો છે. ફાયરિંગની આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જો કે હજુ સુધી કોઈના મોતની માહિતી મળી નથી.

અમેરિકાના કેલિફોર્નિયાની સ્કૂલમાં ફાયરિંગ

ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Back to top button