ટ્રેન્ડિંગનેશનલ

આસારામ ફરી જશે જેલ, જોધપુર હાઇકોર્ટે વચગાળાની જામીન લંબાવવાનો કર્યો ઇનકાર

રાજસ્થાનઃ 27 ઓગસ્ટ, 2025: Asaram Case: રાજસ્થાનની જોધપુર હાઇકોર્ટ દ્વારા વચગાળાના જામીન લંબાવવાના મામલે આસારામને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું કે, આસારામ ફરીથી જેલમાં જશે. કોર્ટે વચગાળાના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના રિપોર્ટના આધારે વચગાળાના જામીન લંબાવવામાં આવ્યા ન હતા. હવે આસારામને 30 ઓગસ્ટે સેન્ટ્રલ જેલમાં સરન્ડર કરવું પડશે. જોકે, જરૂર પડ્યે આસારામ ફરીથી અરજી કરી શકે છે. આ આદેશ જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરની ડબલ બેન્ચ તરફથી આવ્યો છે.

કોર્ટે આપી હતી જામીન સમયગાળો વધારવાની મંજૂરી

હાઇકોર્ટની જોધપુરની ખંડપીઠે સોમવારે જેલમાં બંધ આસારામના વચગાળાના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા. આસારામ પોતાના ગુરુકુળની સગીર શિષ્યા પર બળાત્કાર કરવાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવે છે. આસારામના જામીનનો સમયગાળો 12 ઓગસ્ટે સમાપ્ત થવાનો હતો. જોકે, જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરની ડિવિઝન ખંડપીઠે આસારામના મેડિકલ રિપોર્ટ જોયા બાદ જામીનનો સમયગાળો વધારવાની મંજૂરી આપી હતી. તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે આવા જ એક કેસમાં આસારામના વચગાળાના જામીનનો સમયગાળો 21 ઓગસ્ટ સુધી લંબાવ્યો હતો અને ત્યારબાદ તેને આ રાહત મળી હતી. તે સમયે, ઈન્દોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા આસારામની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

સુનાવણીમાં કોર્ટે શું કહ્યું?

આસારામના મેડિકલ રિપોર્ટનું અવલોકન કરતી વખતે, હાઇકોર્ટે તેમના સ્વાસ્થ્યની વિગતવાર તપાસ માટે અમદાવાદની સરકારી હોસ્પિટલના ડૉકટરોની એક સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. તે સમયે, કોર્ટે કહ્યું હતું કે આ સમિતિમાં કાર્ડિયોલોજિસ્ટ અને ન્યુરોલોજીસ્ટનો સમાવેશ થવો જોઈએ. કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે, જામીનની મુદત પૂરી થવાના બે દિવસ પહેલા, 27 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવે.

આ પણ વાંચોઃ પાવર કંપનીએ સોલાર પ્રોજેક્ટ પર મોટી જાહેરાત કરી,  રોકાણકારોની અટકી નજર 

આ પણ વાંચોઃ પીડિતોને દરેક સંભવ મદદ… PM મોદીએ વૈષ્ણો દેવી મંદિર દુર્ઘટનામાં 32 મૃત્યુ પર વ્યક્ત કર્યું દુઃખ

 

Back to top button