ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આશરે 500 યાત્રિકો કેદારનાથ યાત્રામાં અટવાયા, જાણો યાત્રાળુઓએ શું કહ્યું

  • રાજકોટ કલેકટર તંત્ર અનુસાર 47 લોકોનાં એક યાત્રિક ગ્રુપ સાથે સંપર્ક કર્યો છે
  • રાજકોટ શહેરના જ અન્ય પચાસેક યાત્રિકો સહિત સૌરાષ્ટ્રના 250થી વધુ યાત્રિકો
  • રસ્તામાં ભુસ્ખલનથી માર્ગ બંધ થઈ જતા તંત્રની સૂચના અન્વયે યાત્રાને અટકાવી

ઉત્તરાખંડના કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી જેવા ચારધામની યાત્રામાં ભારે તોફાની વરસાદથી મોટુ વિઘ્ન આવ્યું છે. યાત્રિકોનો સંપર્ક સાધતા ગુજરાતમાંથી અંદાજે 500 યાત્રિકો કેદારનાથ દર્શન કરીને પરત આવતા હતા ત્યારે રસ્તામાં ભુસ્ખલનથી માર્ગ બંધ થઈ જતા તંત્રની સૂચના અન્વયે યાત્રાને અટકાવી દેવાઈ હતી અને આજુબાજુની હોટલમાં આશરો લેવાયો હતો. રાજકોટ કલેકટર તંત્ર અનુસાર 47 લોકોનાં એક યાત્રિક ગ્રુપ સાથે સંપર્ક કર્યો છે યાત્રા અટકી હતી પરંતુ બધા સલામત છે.

રાજકોટ શહેરના જ અન્ય પચાસેક યાત્રિકો સહિત સૌરાષ્ટ્રના 250થી વધુ યાત્રિકો

રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગરથી 47 યાત્રિકોનું એક ગ્રુપના ધીરૂભાઈ ચીકાણીએ જણાવ્યું કે બપોર બાદ ત્રણેક વાગ્યે કેદારનાથથી 20 કિ.મી.અંતરે નીચાણવાળા વિસ્તારમાં ગૌરીકુંડથી સોનપ્રયાગ વચ્ચેના રસ્તે ભારે વરસાદથી માર્ગ બંધ થઈ ગયો હતો. રાજકોટ શહેરના જ અન્ય પચાસેક યાત્રિકો સહિત સૌરાષ્ટ્રના 250થી વધુ યાત્રિકો પણ હતા. કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલો નથી પરંતુ, યાત્રાને સ્થગિત કરી દેવાઈ હતી. પગપાળા રસ્તો ખુલ્યો હતો અને સોનપ્રયાગ પહોંચી શક્યા હતા અને બાદમાં ગુપ્તકાશી સહિત નિયત સ્થળોએ યાત્રિકો પહોંચી શક્યા છે.

હજુ પણ અતિશય ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે

વધુમાં સ્થળ પર રહેલા યાત્રિકે જણાવ્યું કે હજુ પણ અતિશય ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે, ચારધામથી માંડીને હરિદ્વાર, ઋષિકેશ, મસુરી સહિત વિસ્તારમાં ભારે વરસાદનો માહોલ છે અને ટેક્સી સહિત વાહનો ત્યાંથી ઉપડતા નથી.

આ પણ વાંચો: ગુજરાત: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મીની કુંભ યોજાયો, સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે પોલીસની નજર 

Back to top button