ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદના આ વિસ્તારમાં રૂ.1 કરોડથી વધુના ખર્ચથી પ્લે ગ્રાઉન્ડ બનાવવા મંજૂરી અપાઈ

  • વિસ્તારમાં વોકીંગ ટ્રેક સહિતની સુવિધા મળશે
  • હાલમાં રમતગમતના મેદાન બનાવવાની કામગીરી શરૂ
  • અલગ અલગ તબક્કામાં શહેરના અન્ય વિસ્તારોમાં કામગારી કરાશે

અમદાવાદના સાબરમતી અને ચાંદખેડા વોર્ડમાં રુપિયા એક કરોડથી વધુના ખર્ચથી પ્લે ગ્રાઉન્ડ બનાવવા મંજૂરી અપાઈ છે. જેમાં વોકિંગ ટ્રેક સહિતની સુવિધા આપવામાં આવશે. અલગ અલગ ૨૬ સ્થળે હાલમાં રમતગમતના મેદાન બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.

અલગ અલગ તબક્કામાં શહેરના અન્ય વિસ્તારોમાં કામગારી કરાશે

સાબરમતી વોર્ડમાં રુપિયા ૪૨.૭૮ લાખના ખર્ચથી ટી.પી.સ્કીમ નંબર-૨૧ના ફાઈનલ પ્લોટ નંબર-૩૭૭ ઉપર પ્લે ગ્રાઉન્ડ બનાવવા કોન્ટ્રાકટર દ્વારકેશ કન્સ્ટ્રકશનને કામ અપાયુ છે.

આજ કોન્ટ્રાકટર દ્વારા રુપિયા ૫૫.૪ લાખની કિંમતથી કામગીરી આપવામાં આવી

ચાંદખેડા વોર્ડમાં ટી.પી.સ્કીમ નંબર-૪૪ના ફાઈનલ પ્લોટ નંબર-૨૪૮-૨૪૯માં આજ કોન્ટ્રાકટર દ્વારા રુપિયા ૫૫.૪ લાખની કિંમતથી કામગીરી આપવામાં આવી છે. ક્રિકેટ, વોલીબોલ સહિતની અન્ય રમત રમી શકાય એ માટેના પ્લે ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી અલગ અલગ તબક્કામાં શહેરના અન્ય વિસ્તારોમાં ચાલી રહી છે

Back to top button