ગુજરાત

મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન, GPCBનું લાયસન્સ આપવાના બહાને 42 લાખનો લગાવ્યો ચૂનો

સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર મચાવનાર મહાઠગ કિરણ પટેલને લઈને એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કિરણ પટેલની ઠગાઈનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. સોલા પોલીસ સ્ટેશનમાં મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં તેઓએ મોરબીના એક વેપારી સાથે છેતરપિંડી કરાવનો લગાવવામાં આવ્યો છે. કિરણ પટેલ અને તેની પત્નીએ મળીને મોરબીના એક વેપારીને GPCBનું લાયસન્સ અપાવવા નામે 42.86 લાખનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે.

કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ

મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમા વધારો થયો છે. કિરણ પટેલ સામે ગુજરાતમાં વધુ એક ફરિયાદ નોંધવામા આવી છે. જેમાં એક વેપારીને Gpcb માંથી લાઇસન્સ અપાવવા બહાને કિરણ પટેલે રૂપિયા 42 લાખ 86 હજાર પડાવી લીધા હોવાનો આરોપ લગાવવમા આવ્યો છે. જોકે, તેમાંથી તેઓએ વેપારીને 11.75 લાખ પરત આપ્યા હોવાનું જણાવવામા આવ્યુ છે.

મહાઠગ કિરણ પટેલ - Humdekhengenews

જાણો કેવી રીતે થઈ છેતરપિંડી

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ વર્ષ 2017 માં મોરબીના જોધપુર ગામે રહેતા ભરત પટેલ નામના વેપારી સાથે કિરણ પટેલ અને માલિની પટેલનો સંપર્ક થયો હતો. તે સમયે કિરણ પટેલે ફરિયાદીને ક્લાસ 1 ઓફીસર અને સરકારમાં તેનુ સારૂ વર્ચસ્વ હોવાનું ભરતભાઈને જણાવ્યું હતું.જેથી ભરતભાઈએ બીજોટીક લાઈફ્ સાયન્સ પ્રા.લી નામની કંપની ચાલુ કરવા ઈચ્છતા હોવાથી તેના લાઇસન્સનું પ્રોસેસિંગ જીપીસીબી બોર્ડ ખાતે કરવાનું હોવાથી જલદી લાઇસન્સ આવી જાય તે માટે કિરણ પટેલેને વાત કરી હતી. જે બાદ તેમની પત્ની માલિની પટેલ અને કિરણ પટેલે લાઇસન્સની તમામ પ્રોસિજર તથા ફી મળીને કુલ રૂ.40થી 45 લાખની માંગણી કરી હતી. જેથી ભરતભાઈએ કિરણ અને તેની પત્નીને રોકડ રૂ.42.86 લાખ આપ્યા હતા. બાકીના પૈસા બે માસ પછી આપવાનું કહ્યું હતું. પરંતુ આઠ મહિના બાદ પણ લાઇસન્સ મળ્યું ન હોવાથી ભરતભાઈએ કિરણ પટેલ અને તેની પત્ની માલીની પટેલને ફોન કર્યો હતો પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. જે બાદ ભરતભાઈએ જીપીસીબી બોર્ડ ખાતે આ અંગે તપાસ કરી હતી જ્યા તેમણે અરજી આવી ન હોવનું જાણ થઈ હતી જેથી ભરતભાઈએ પોતાના પૈસા પરત માંગ્યા હતા. જો કે કિરણ પટેલે તેમણે રૂ.11.75 લાખ પરત પણ આપ્યા હતા. પરંતુ બાકીના રૂ.31.11 લાખ પરત આપ્યા ન હતા. જેથી આ મામલે ભરતભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કિરણ પટેલ અને તેની પત્ની માલીની પટેલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : કમોસમી વરસાદની વચ્ચે ગરમીનો પ્રકોપ ! આ તારીખથી અમદાવાદમાં યલો અલર્ટ

Back to top button