એર ઈન્ડિયાની વધુ એક ઘાત ટળીઃ મુંબઈ વિમાન મથકે ફ્લાઈટના ત્રણ ટાયર ફાટ્યા

એર ઇન્ડિયાનું નિવેદન
દરમિયાન, એર ઇન્ડિયાએ આ ઘટના વિશે જણાવ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા છે. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું, “21 જુલાઈએ કોચીથી મુંબઈ માટે ઉડાન ભરનાર વિમાન AI2744 મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન રનવે પર લપસી ગયું. વિમાન સુરક્ષિત રીતે ગેટ સુધી પહોંચી ગયું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. વિમાનને તપાસ માટે અસ્થાયી રૂપે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે.”
એરપોર્ટે પણ કહ્યું, સબ સલામત
બીજી તરફ, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (CSMIA) તરફથી પણ આ ઘટના અંગે નિવેદન જારી કરવામાં આવ્યું છે. CSMIAએ જણાવ્યું, “21 જુલાઈ 2025ના રોજ સવારે 09:27 વાગ્યે કોચીથી આવતું એક વિમાન મુંબઈ એરપોર્ટના રનવે પર ઉતરતી વખતે લપસી ગયું. ઘટના બાદ તાત્કાલિક CSMIAની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને તાત્કાલિક વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા. તેઓ બધા સુરક્ષિત છે. મુખ્ય રનવે 09/27ને નાનું નુકસાન થયાની જાણકારી મળી છે. સંચાલનની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે, ગૌણ રનવે 14/32ને સક્રિય કરવામાં આવ્યું છે. CSMIAમાં સુરક્ષા હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહે છે.”
આ પણ વાંચોઃ ISKCON ની રેસ્ટોરાંમા ચિકન ખાતા વ્યક્તિ પર બાદશાહનો ગુસ્સો ફાટ્યો, કહ્યું એ ચપ્પલ ખાવા આવ્યો હતો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












