
CBI’s New Case Against Anil Ambani: ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. CBI એ હવે અનિલ અંબાણી અને કેટલાક અજાણ્યા વ્યક્તિઓ સામે LIC ને આશરે ₹3,750 કરોડનું મોટું નુકસાન પહોંચાડવાના આરોપમાં કેસ નોંધ્યો છે.
પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. CBI એ એક મોટા બેંકિંગ અને રોકાણ કૌભાંડના સંદર્ભમાં નવી FIR નોંધી છે. આ કેસમાં, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, તેના ભૂતપૂર્વ ચેરમેન અનિલ અંબાણી અને ઘણા અજાણ્યા વ્યક્તિઓ સામે આરોપો દાખલ કરવામાં આવ્યા છે. જે માહિતી સામે આવી છે તે મુજબ, આખો મામલો ભારતીય જીવન વીમા નિગમ (LIC) સાથે સંકળાયેલા કથિત છેતરપિંડી સાથે જોડાયેલો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
LIC ને ₹3,750 કરોડનું મોટું નુકસાન
CBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, LIC ને આશરે ₹3,750 કરોડનું મોટું નાણાકીય નુકસાન થયું છે. ખાસ કરીને, LIC એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા જારી કરાયેલા સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) માં કુલ ₹4,500 કરોડનું રોકાણ કર્યું હતું. આ રકમમાંથી ₹3,000 કરોડનું રોકાણ 2009 માં કરવામાં આવ્યું હતું અને ₹1,500 કરોડનું રોકાણ 2012 માં કરવામાં આવ્યું હતું. જોકે, એવું જાણવા મળ્યું છે કે આ રોકાણમાંથી ₹3,750 કરોડની રકમ આજ સુધી બાકી છે. જેને લઈ કૌભાંડના આરોપો લગાવવામાં આવ્યા છે.
શું છે આરોપ?
CBI દ્વારા નોંધાયેલી FIRમાં જણાવ્યું છે કે, આ કેસ LIC ના રિજનલ મેનેજર (લીગલ) મનોજ કુમાર તેજને નોંધાવેલી ફરિયાદના આધારે શરૂ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, રોકાણ પ્રક્રિયા દરમિયાન અનિયમિતતાઓ થઈ હતી અને LIC ને જાણી જોઈને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
સરકારી અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં
LIC ને લગતા આ કેસમાં, કેટલાક અજાણ્યા સરકારી અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં હોવાનું જાણવા મળ્યું છે અને તેની તપાસ કરવામાં આવશે. સીબીઆઈ હવે સમગ્ર મામલાની સંપૂર્ણ અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આટલું મોટું રોકાણ કેવી રીતે ડૂબી ગયું અને તેની પાછળ કોણ-કોણ જવાબદાર છે.
આ પણ વાંચો: “વંદે ભારતમાં ભોજન ખાધા પછી મારા હોઠ સૂજી ગયા”, મહિલાના દાવા પર IRCTCનો જવાબ












