સુરતમાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો, મળ્યા કટ્ટર ઘાર્મિક સાહિત્ય

HD ન્યુઝ ડેસ્કઃ સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. શહેરના ઉધનામાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો છે. હાલ આ યુવકની પકડી લેવામાં આવ્યો છે. આ યુવક પાસેથી નકલી આધારકાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. આ યુવકની હરકતો શંકાસ્પદ જણાતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરુ કરી છે.
જેહાદી ડોક્યુમેન્ટ મળી આવ્યાઃ પ્રાથમીક તપાસમા આ યુવક બાગ્લાદેશી હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે આ યુવક પાસેથી કેટલાક જેહાદી ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. યુવક શંકાસ્પદ લાગતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ યુવક 2018થી ઉધના વિસ્તારમાં રહેતો હતો. આ યુવક ટેકનીકલ બાબતોનો જાણકાર હોવાનુ પણ સામે આવ્યુ છે. આ યુવકના ફોનમાં કટ્ટર ધાર્મિક સાહિત્ય પણ મળી આવ્યુ છે.
ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતાઃ છેલ્લા કેટલાટ સમયથી સુરતમાં ખોટા દસ્તાવેજો બનાવીને ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરતા બાંગ્લાદેશીઓને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રુબેલ હુસેન સફીફુલ ઈસ્લામને ઝડપી પાડ્યો છે.
પોલીસે કાર્યવાહી શરુ કરીઃ વર્ષ 2018 માં કઈ રીતે સુરત પહોંચ્યો અને ભારતમાં ક્યારથી અને કેવી રીતે તે પહોંચ્યો હતો એ તમામ વિગતો પોલીસે એકત્ર કરવાની શરુઆત કરી છે. જેમાં પ્રાથમિક વિગતોનુસાર યુવક બાંગ્લાદેશથી પુટખલી નદી પાર કરીને રાત્રીના સમયે ભારતમાં પ્રવેશ કરી આવ્યો હતો. યુવક મહેરપુર અને હૈદરાબાદ, કર્ણાટક અને મુંબઈ થઈને સુરત પહોંચ્યો હતો. સુરતમાં તે કપડા પ્રેસ કરવાનુ કામ કારખાનાઓમાં કરતો હતો.
ખુલશે અનેક હકીકતોઃ સુરતમાં અને સુરત બહાર બાંગ્લાદેશી યુવક કોના સંપર્કમાં હતો, એ તમામ દીશામાં પણ તપાસ કરવામાં આવી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યુવક અંગે સંપૂર્ણ કુંડળી મેળવવાની બોગસ દસ્તાવેજ બનાવવા સહિતની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ રાજકોટના સગીરે બસમાં જ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો, જાણો શું છે સમગ્ર ઘટના












