ટ્રેન્ડિંગનેશનલ

બાંગ્લાદેશના પૂર્વ પોલીસ અધિકારી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસતા ઝડપાયા, BSF જવાનોએ પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરી

કોલકાતા, 25 ઓગસ્ટ 2025: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બીએસએફે બાંગ્લાદેશના એક પૂર્વ પોલીસ અધિકારીને ભારતીય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા ધરપકડ કરી લીધી છે. બીએસએફના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે બાંગ્લાદેશના આ પૂર્વ પોલીસ અધિકારીએ શનિવારે બીએસએફીની 143મી બટાલિયને હકીમનગર સરહદ ચોકી પર ત્યારે પકડી લીધા, જ્યારે તેઓ સરહદ પાર કરવાની કોશિશ કરી રહ્યા હતા.

અધિકારીના જણાવ્યા અનુસાર, પૂર્વ બાંગ્લાદેશી પોલીસ અધિકારીને પશ્ચિમ બંગાળ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે, જેમણે તેમની ધરપકડ કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા બાંગ્લાદેશીની ઓળખ મોહમ્મદ આરિફુઝ્ઝમાં તરીકે થઈ છે અને સરહદ પાર કરવાના ઉદ્દેશ્યની તપાસ થઈ રહી છે.

આજે ઢાકામાં વાતચીત કરશે ભારત-બાંગ્લાદેશ

ભારત અને બાંગ્લાદેશ આજે ઢાકામાં સરહદી વાર્તા શરુ કરશે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે બંને પક્ષ સરહદ પાર ગુના પર કંટ્રોલ કરવાના ઉપાયો પર ચર્ચા કરશે. બીએસએફ પાડોશી દેશના અસામાજિક તત્વો દ્વારા તેમના કર્મીઓ અને ભારતીય નાગરિકો પર હુમલાથી સંબંધિત મુદ્દાને ઉઠાવશે.

બંને દેશ 4096 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ શેર કરે છે. આ વાર્તા બંને દેશોની બીએસએફ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશની વચ્ચે વર્ષમાં બે વાર આયોજીત થાય છે. બાંગ્લાદેશનું એક પ્રતિનિધિમંડળ 17-20 ફેબ્રુઆરી સુધી વાર્તા માટે ભારત આવ્યું હતું. બીએસએફના એક પ્રવક્તાએ કહ્યું કે, બીએસએફ અને બીજીબીની વચ્ચે મહાનિદેશક સ્તરીય 56મી સીમા સમન્વય સંમેલન 25થી 28 ઓગસ્ટ વચ્ચે ઢાકામાં બીજીબી દ્વારા આયોજીત કરવામાં આવશે.

આ પણ વાંચો: જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી કેમ રાજીનામું આપ્યું? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલી વાર આ અંગે પ્રતિક્રિયા આપી

Back to top button