ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ હવે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા, નરેશ પટેલે જાહેરાત કરી

રાજકોટ, 21 જાન્યુઆરી 2026: કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ખાતે યોજાયેલ ‘કન્વીનર મીટ 2026’ દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે.

આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ પાયાના કામકાજની ધુરા અનાર પટેલના હાથમાં રહેશે.

અહીં ઉલ્લેખનિય છે કે, અનાર પટેલ સમાજસેવામાં પણ સક્રિય છે અને તેમના કાર્યક્ષેત્રમાં મહિલાઓના સશક્તિકરણ અને ગ્રામીણ હસ્તકલા વિકાસનો વિશેષ સમાવેશ થાય છે. તેઓ ગ્રામશ્રી નામની એનજીઓના મેનેજિંગ ટ્રસ્ટી પણ છે અને ક્રાફ્ટ રૂટ્સ નામનું અભિયાન ચલાવે છે, જેના દ્વારા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેલા કલાકારો અને હસ્તકલા કારીગરોને ટેકો આપવામાં આવે છે.

અનાર પટેલની સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 17000 કલાકારોને NID, NIFT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે જોડવામાં આવ્યા છે, જેથી તેઓ તેમના ક્ષેત્રમાં આગળ વધી શકે.

આ પણ વાંચો: આખો દેશ ઉડાવી દઈશું, ધરતી પરથી નામોનિશાન ખતમ થઈ જશે: ટ્રમ્પે ઈરાનને ધમકી આપી

Back to top button