ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

આખો દેશ ઉડાવી દઈશું, ધરતી પરથી નામોનિશાન ખતમ થઈ જશે: ટ્રમ્પે ઈરાનને ધમકી આપી

વોશિંગટન, 21 જાન્યુઆરી 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે તેહરાનને નવી અને કડક ચેતવણી આપી છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે ઈરાનને સતર્ક કર્યું છે કે જો શાંતિ સ્થાપિત ન થઈ તો આખો દેશ ઉડાવી દઈશું. થોડા દિવસ પહેલા ટ્રમ્પે ઈરાનમાં સત્તા પરિવર્તનનું આહ્વાન કર્યું હતું.

ટ્રમ્પે કહ્યું હતું કે જો કંઈ પણ થશે તો આખો દેશ ઉડાવી દઈશું. અમે તેને ધરતીના નકશામાંથી ખતમ કરી નાખીશું.

ઈરાને પણ વળતો જવાબ આપી દીધો

ઈરાને મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપતા કહ્યું કે જો અમેરિકાએ અયાતુલ્લા અલી ખામેનેઈ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરી તો તેહરાન તેમની દુનિયામાં આગ લગાવી દેશે. એપીના રિપોર્ટ અનુસાર, ઈરાનના સશસ્ત્ર દળોના પ્રવક્તા જનરલ અબોલફઝલ શેકારચીએ કહ્યું હતું કે ટ્રમ્પ જાણે છે કે જો અમારા નેતા તરફ હાથ આગળ વધ્યો તો અમે ન ખાલી હાથ નહીં કાપીએ પણ આખી દુનિયાને આગના હવાલે કરી દઈશું.

ટ્રમ્પે ખામેનીને “બીમાર માણસ” ગણાવ્યા બાદ ઈરાનની આ ટિપ્પણી આવી છે, જેમણે પોતાનો દેશ યોગ્ય રીતે ચલાવવો જોઈએ અને લોકોની હત્યા બંધ કરવી જોઈએ.

ઈરાનમાં વિનાશનું દ્રશ્ય

ઈરાનમાં વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક ઓછામાં ઓછો 4,519 સુધી પહોંચી ગયો છે. માનવાધિકાર એજન્સી અનુસાર, 26,300 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વધતી જતી ફુગાવા અને ઘટતા ચલણને કારણે શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનો હવે શાસન પરિવર્તનની માંગમાં ફેરવાઈ ગયા છે. ઈરાની સરકારે આ વિરોધ પ્રદર્શનો પાછળ અમેરિકા અને ઇઝરાયલનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેની હત્યા કરનારા શખ્સને આજીવન કેદની સજા મળી

Back to top button