કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમરેલીઃ બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

 અમરેલી, તા. 22 ઓગસ્ટ, 2025: અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં રાજકારણમાં ખળભળાટ મચાવે તેવી ઘટના સામે આવી હતી. આપના શહેર પ્રમુખ કૌશિક ભરાડ દારૂ પીધેલી હાલતમાં રંગેહાથ ઝડપાયા હતા. બાબરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે તેમને એક દુકાનમાં દારૂની બોટલ સાથે ઝડપ્યા હતા.

નગરપાલિકાના હોદ્દેદારોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો, જેમાં કૌશિક ભરાડ દારૂની બોટલ સાથે સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયો બનાવતી વખતે તેઓ દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં બાબરા પોલીસ પણ હરકતમાં આવી હતી.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કૌશિક ન્હાનાલાલભાઈ ભરાડ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. તેમની પાસેથી એક દારૂની બોટલ પણ જપ્ત કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, આ ઘટના પહેલા આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા સામે કેટલાક ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. હવે આપના જ એક અગ્રણી નેતાનો દારૂ પીતો વીડિયો વાયરલ થવાથી બાબરા વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે.

આ પણ વાંચોઃ આણંદની ફૂડ કંપનીમાં ભયાનક દુર્ઘટના: ઝેરી ગેસથી 2 મજૂરોના મૃત્યુ

Back to top button