ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો, ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ, જાણો કેવુ રહેશે આજે બજાર

મુંબઇ, 28 એપ્રિલ, 2025: આજે સવારે ગિફ્ટ નિફ્ટીમાં પોઝીટીવી વલણ જોવા મળ્યુ હતું, જે નિફ્ટી અને સેન્સેક્સ માટે શુભ સંકેત આપે છે. મિશ્ર વૈશ્વિક પ્રવાહોની વચ્ચે ઘરેલુ પ્રગતિઓ માર્કેટના સેન્ટીમેન્ટમાં અગત્યનો ભાગ ભજવશે. જોકે છેલ્લા ઘણા વખતથી આપણે જોઇ રહ્યા છીએ કે વૈશ્વિક પ્રવાહો નરમ હોવા છતાં ભારતીય બજારો મજબૂત રહ્યા હતા અને વૈશ્વિક પ્રવાહો નજબૂત હોવા છતાં ભારતમાં નબળાઇ જોવા મળી હતી. ગત શુક્રવારે સેન્સેક્સ 588 પોઇન્ટ અને નિફ્ટી 207 પોઇન્ટ ઘટીને બંધ આવ્યા હતા. ત્યારે બજારમાં શોર્ટ કવરીંગને કારણે તેજી જોવા મળી શકે છે.

ચીન તરફથી નવો રાહત પેકેજ જાહેર કરાશે તેવી આશાએ એશિયન બજારો આજે મજબૂત ખુલ્યા હતા. જાપાનનો નિક્કેઇ 225 0.82 ટકા, ટોપીક્સ 1.11 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.32 ટકા અને કોસડેક પણ 0.29 ઉપર રહ્યો છે. તેમજ ઓસ્ટ્રેલિયાનો S&P/ASX પ્રારંભિક ટ્રેડીંગમાં 0.44 ટકા ઉપર રહ્યો હતો.

નોંધનીય છે કે હાલમાં રોકાણકારો ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ પર બારીકાઇથી નજર રાખી રહ્યા છે. તેની સાથે વૈશ્વિક જિયોપોલીટીકલ પરિસ્થિતિ પણ અત્યંત તરલ છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થાય તો તેની ભારતીય માર્કેટ પર અનેકગણી અસર પડી શકે છે જેમાં ખાસ કરીને વોટર સપ્લાયને લગતા ઉદ્યોગો અને પ્રાદેશિક સ્થિરતા પર માઠી અસર થઇ શકે છે.

વડાપ્રધાન મોદીએ આંતકવાદીઓ પર તૂટી પડવાનું આહવાન કર્યુ છે ત્યારે વૈશ્વિક રોકાણકારો જિયોપોલીટકલ તણાવ પર નજર રાખી રહ્યા છે તેની બજારના સેન્ટીમેન્ટ પર શું અસર પડશે તેનો ક્યાસ કાઢી રહ્યા છે. જેમાં ખાસ કરીને સંરક્ષણ, ઉર્જા અને કોમોડિટી ક્ષેત્રો અત્યંત સંવેદનશીલ મનાય છે.

આમ આ તમામ પરિબળોની વચ્ચે રોકાણકારો ફૂંકી ફૂંકીને છાશ પીવાનો સિદ્ધાંત અનુસરે તેવી એનાલિસ્ટો સલાહ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભારત-પાક તણાવ વચ્ચે કાબુલમાં ભારતના વરિષ્ઠ રાજદ્વારી અને તાલિબાન વચ્ચે બેઠક યોજાઈ

Back to top button