- ટોપ-10 દેશોની યાદી જાહેર કરવામાં આવી
- યાદીમાં ચીન છઠ્ઠા સ્થાન ઉપર રહેલું છે
- પાકિસ્તાન પાસે માત્ર 64 મેટ્રિક ટન ગોલ્ડ
ભારતમાં હાલ સોનાનો ભાવ ઓલટાઉન હાઈની નજીક છે. વર્ષોથી વિશ્વમાં લગભગ તમામ દેશો સોનું જમા કરીને રાખે છે. તમામ દેશોની મહત્વપૂર્ણ સંપત્તિ ‘ગોલ્ડ રિઝર્વ’ હોય છે, કારણ કે આર્થિક સંકટ દરમિયાન બચત કરાયેલું ‘ગોલ્ડ રિઝર્વ’ ખુબ જ કામમાં આવે છે. ત્યારે ક્યાં દેશ પાસે કેટલું ગોલ્ડ રહેલું છે તે અંગેની યાદી વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે ટ્વિટર પર શેર કરી છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ગોલ્ડ રિઝર્વ મામલે ટોપ પર છે. 8,133 મેટ્રિક ટન સોના સાથે અમેરિકા પાસે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ છે. ત્યારે જાણીએ સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ રાખનાર ટોપ-10 દેશોમાં કોણ કોણ છે.
વિશ્વભરમાં કયાં દેશો પાસે કેટલું સોનું છે ?
અમેરિકા : 8,133 મેટ્રિક ટન સોનું
જર્મની : 3,355 મેટ્રિક ટન સોનું
ઈટાલી : 2,452 મેટ્રિક ટન સોનું
ફ્રાન્સ : 2,437 મેટ્રિક ટન સોનું
રશિયા : 2,299 મેટ્રિક ટન સોનું
ચીન : 2,011 મેટ્રિક ટન સોનું
સ્વિટ્ઝર્લૅન્ડ : 1,040 મેટ્રિક ટન સોનું
જાપાન : 846 મેટ્રિક ટન સોનું
ભારત : 787 મેટ્રિક ટન સોનું
નેધરલેન્ડ્સ : 612 મેટ્રિક ટન સોનું
તુર્કી : 542 મેટ્રિક ટન સોનું
સાઉદી અરેબિયા : 323 મેટ્રિક ટન સોનું
યુનાઈટેડ કિંગડમ : 310 મેટ્રિક ટન સોનું
જર્મની પાસે 3,355 મેટ્રિક ટન સોનું
ભારત પાસે પાકિસ્તાન કરતાં 13 ગણું વધુ ગોલ્ડ રિઝર્વ
મહત્વનું છે કે આ યાદી મુજબ ભારત 9માં સ્થાને છે. ભારત પાસે 787 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ છે. નેધરલેન્ડ 612 મેટ્રિક ટન સોનાના ભંડાર સાથે 10મા ક્રમે છે. જ્યારે કે યાદી મુજબ પાકિસ્તાન પાસે માત્ર 64 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે. જેના મુજબ ભારત પાસે 13 ગણું વધુ ગોલ્ડ છે.











