અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

Video: વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે ગુજરાતના રાજકારણને લઈ શું કરી ભવિષ્યવાણી?

અમદાવાદ, તા. 6 જૂન, 2025: વરસાદની આગાહી માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવે ગુજરાતના રાજકારણને લઈ ભવિષ્યવાણી કરી છે. ગ્રહોની સ્થિતિના આધારે અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ઓગસ્ટ મહિનામાં ફેરફારની શક્યતા હોવાનું ગ્રહો સૂચવી રહ્યા છે.

શું કહ્યું અંબાલાલ પટેલે

અંબાલાલ પટેલના કહેવા મુજબ, રાજકીય ઉથલપાથલ જોવા જઈએ તો ઓગસ્ટ સુધીમાં આંદોલન, હડતાળ વગેરે થઈ શકે છે. સરકાર તો સ્થિર રહેશે પણ સરકારમાં કદાચ ફેરફાર થઈ શકે છે. આ ફેરફાર સુષુપ્ત હોય અને તે ગમે ત્યારે થઈ શકે છે, કેન્દ્ર સરકારમાં  પણ ફેરફાર થઈ શકે છે. ગુજરાત સરકાર મજબૂત છે, કેન્દ્ર સરકાર મજબૂત અને સક્ષમ છે પણ ગ્રહો મુજબ પ્રધાન મંડળમાં જે ફેરફારો થવાની શક્યતા હોય તે રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચા ઉઠી રહી છે. ગુજરાત સરકારમાં હાલ મુખ્ય મંત્રી સિવાય 8 કેબિનેટ મંત્રીઓ છે અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. જેમાં હવે વધારો થવાની પૂર્ણ શક્યતા દેખાઈ રહી છે. કેબિનેટ વિસ્તરણમાં જૂના ભાજપના નેતાઓ કોંગ્રેસીઓને આપવામાં આવતા સ્થાનથી નારાજ છે. છતાં હાઇકમાન્ડના આદેશ અને પૂર્વ કોંગ્રેસીઓને આપવામાં આવેલા વચન મુજબ ભાજપ તેમનો સમાવેશ મંત્રી મંડળમાં કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મંત્રી મંડળ વિસ્તરણ મુદ્દે ભાવિ મંત્રીઓને અણસાર પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેના નામમાં હાઇ કમાન્ડમાં ગૂંચવણ અને મૂંઝવણ ઊભી થઈ છે. જેમાં હજી સુધી ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Back to top button