ટોપ ન્યૂઝમનોરંજન

પાકિસ્તાનમાં આલિયા ભટ્ટ સાથે થયો AI ‘ખેલ’, ડીપફેક તસવીરો પર વિવાદ ઉગ્ર

Alia Bhatt Fake AI Images: એક પાકિસ્તાની બ્રાન્ડે પોતાના લેટેસ્ટ એથનિક કલેક્શનને પ્રમોટ કરવા માટે આલિયા ભટ્ટના AI-Generated ફોટા બનાવ્યા અને આ ફેક ઈમેજને અસલી જણાવીને તેને સોશિયલ મીડિયા પર પ્રમોટ કરવાનું શરૂ કર્યું. પોસ્ટ વાયરલ થતાંની સાથે જ, રોષે ભરાયેલા ચાહકોએ બ્રાન્ડને સખત ઠપકો આપવાનું શરૂ કર્યું છે.

બોલિવૂડની ‘ગંગુબાઈ’ એટલે કે, આલિયા ભટ્ટ હાલમાં પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બની ગઈ છે, જોકે કોઈ ફિલ્મ માટે નહીં, પરંતુ એક મોટા વિવાદને કારણે. ‘વજાયશા ઓફિશિયલ’ નામની એક પાકિસ્તાની ફેશન બ્રાન્ડે સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ફોટા શેર કર્યા છે જેણે બધાને સ્તબ્ધ કરી દીધા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે પાકિસ્તાની બ્રાન્ડે તેના લેટેસ્ટ એથનિક કલેક્શનને પ્રમોટ કરવા માટે આલિયા ભટ્ટના AI-જનરેટેડ ફોટાઓનો ઉપયોગ કર્યો. જો કે, હદ તો ત્યારે થઈ જ્યારે બ્રાન્ડે તેના Instagram એકાઉન્ટ પર આ નકલી ફોટાઓનો પ્રચાર કરવાનું શરૂ કર્યું અને તે અસલી હોવાનો દાવો કર્યો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પાકિસ્તાની બ્રાન્ડે @wajayesha.official હેન્ડલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટની ઘણી તસવીરો પોસ્ટ કરી, જેમાં તે બર્ગન્ડી, એમેરાલ્ડ અને કાળા શીશા સિલ્ક સુટ પહેરેલી જોવા મળી રહી છે. કેપ્શનમાં, બ્રાન્ડે તો એવો દાવો પણ કર્યો કે આલિયા ભટ્ટ પોતે તેમના શુદ્ધ શીશા સિલ્ક કલેક્શનને ખૂબ જ પસંદ કરે છે, અને ગ્રાહકોને “હમણાં ઓર્ડર” કરવા વિનંતી કરે છે.

પોસ્ટ વાયરલ થતાંની સાથે જ, સોશિયલ મીડિયાના જાસૂસોએ પાકિસ્તાની બ્રાન્ડની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો. નેટીઝન્સે જોયું કે તસવીરો અધિકૃત નહોતી. અભિનેત્રીનો ચહેરો AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને તસવીરો પર ડિજિટલી રીતે સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો હતો.

અને પછી આલિયાના ચાહકોએ બ્રાન્ડ પર આકરા પ્રહારો કર્યા. એક યુઝરે લખ્યું, “શું આલિયાને ખબર પણ છે કે તમે તેના ચહેરાનો ઉપયોગ કરી રહ્યા છો?” બીજા એક વ્યક્તિએ કહ્યું, “ચિંતા ના કરો, તે તમારા પર કેસ કરશે. હું તેને ટેગ કરી રહ્યો છું.” જો કે ડરવાને બદલે, બ્રાન્ડે રમુજી સ્વરમાં જવાબ આપ્યો, “આ પોસ્ટને એટલી વાયરલ કરો કે તે તેના (આલિયા) સુધી પહોંચે.”

આ પણ વાંચો: કોણ છે જ્હોન ટર્નસ, જે બન્યા Apple ના CEO? જાણો તેમની સફળતાની કહાની

 

 

Back to top button