ટોપ ન્યૂઝફોટો સ્ટોરીવર્લ્ડ

અબજપતિઓના સ્વર્ગ ગણાતા રેસ્ટોરાંમાં નવી ગર્લફ્રેન્ડ સાથે ડેટ કરતાં જોવા મળ્યાં એલન મસ્ક, 23 વર્ષ નાની છે આ મિસ્ટ્રી ગર્લ

ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના માલિક અને દુનિયાના સૌથી ધનીક વ્યક્તિ એલન મસ્ક એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે મસ્ક કોઈ બિઝનેસને કારણે નહીં પરંતુ રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. વિશ્વના સૌથી ધનીક વ્યક્તિ મસ્કની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં તે પોતાની 23 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કરી રહ્યાં છે. ત્યારે સૌકોઈ આ સુંદર, મનમોહક પરીને જાણવા માટે બેતાબ છે. ત્યારે આવો તમને પણ જણાવીએ કોણ છે આ ખુશનસીબ હસીના

કયાં જોવા મળ્યા હતા એલન અને નતાશા
મસ્ક અને નતાશા ચેવલ બ્લેન્ક હોટેલમાં ડિનર કરતા જોવા મળ્યા હતા. અબજોપતિનું સ્વર્ગ કહેવાતા સેન્ટ ટ્રોપેઝમાં આ પ્રેમાળ કપલ ડેટિંગ કરતા જોવા મળ્યું. આ હોટેલમાં એક રાતનો ખર્ચ 1300 ડોલર છે, જે સામાન્ય માણસના મગજની બહાર છે, પરંતુ મસ્ક માટે હાથની ધૂળ છે.

એક્ટ્રેસ છે એલનની નવી ગર્લફ્રેન્ડ
એલન મસ્કની નવી ગર્લફ્રેન્ડનું નામ નતાશા બાસેટ છે. મસ્કની આ નવી ગર્લફ્રેન્ડ અભિનેત્રી છે અને ઉંમરમાં તેનાથી 23 વર્ષ નાની છે. જીવનની 50 વસંત જોઈ ચુકેલા મસ્કની નવી ગર્લફ્રેન્ડ નતાશા 27 વર્ષની જ છે.

મૂળ ઓસ્ટ્રેલિયાની છે એલન મસ્કની ગર્લફ્રેન્ડ
એલન મસ્કની નવી ગર્લફ્રેન્ડ નતાશા બેસેટ ઓસ્ટ્રેલિયામાં મોટી થઈ છે. બેસેટે તેની અભિનય કારકિર્દી 14 વર્ષની ઉંમરે શરૂ કરી હતી. 2019માં તે ડ્રામા સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે ન્યૂયોર્ક ગઈ. તેની અત્યાર સુધીની અભિનય કારકિર્દી વિશે વાત કરીએ તો, નતાશાએ ઓસ્ટ્રેલિયન થિયેટર ફોર યંગ પીપલ સાથે ‘રોમિયો જુલિયટ’માં મુખ્ય પાત્ર ભજવ્યું છે. આ સિવાય તેને 2017માં બ્રિટની સ્પીયર્સ બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બેસેટ હવે એલ્વિસ પ્રેસ્લી બાયોપિકમાં તેની ગર્લફ્રેન્ડ ડિક્સી લોક તરીકે દેખાશે.

મસ્ક અને નતાશા ચેવલ બ્લેન્ક હોટેલમાં ડિનર કરતા જોવા મળ્યા હતા. અબજોપતિનું સ્વર્ગ કહેવાતા સેન્ટ ટ્રોપેઝમાં આ પ્રેમાળ કપલ ડેટિંગ કરતા જોવા મળ્યું.

આ ફિલ્મમાં પણ જોવા મળશે નતાશા
એલન મસ્ક પોતાની ગર્લફ્રેન્ડ નતાશા માટે કરિયરમાં પણ ખુદ મદદગાર છે. તે નતાશાના એક્ટિંગ કરિયરને મજબૂત બનાવવામાં સહયોગ કરે છે. નતાશા જલદી બાયોપિક એલ્વિસમાં અમેરિકી ગાયકની પ્રથમ ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળશે.

મસ્ક અત્યાર સુધીમાં ત્રણ લગ્ન કરી ચુક્યાં છે
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અત્યાર સુધી ત્રણ લગ્ન કરી ચુક્યાં છે. તેને પાછલી ત્રણ પત્નીઓથી છ બાળકો છે. પરંતુ ફરી મસ્ક તેનાથી 23 વર્ષ નાની યુવતી સાથે રિલેશનશિપમાં છે.

Back to top button