CGI નહિ પણ અસલી મોડલથી ડરાવશે એલિયન! અક્ષય કુમારે કરી કરિયરની સૌથી મોટી સાયન્સ-ફિક્શન ફિલ્મની જાહેરાત

Akshay Kumar Samuk Movie : બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) પોતાની ફિલ્મોની પસંદગી અને અવનવા પ્રયોગોથી અવારનવાર ફેન્સને આશ્ચર્યચકિત કરતા રહે છે. આ વખતે તેમણે પોતાની નવી ફિલ્મ ‘સમુદ્ર’ ના વિષયથી સિનેમાપ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ પેદા કરી દીધો છે. અક્ષય કુમાર ટૂંક સમયમાં જ એક હાઇ-બજેટ સાયન્સ ફિક્શન (Sci-Fi) એક્શન-થ્રિલર ફિલ્મમાં જોવા મળશે, જેમાં એલિયન્સ (Aliens) ની અજીબોગરીબ અને ડરામણી વાર્તા બતાવવામાં આવશે.
આ નવી ફિલ્મ ‘સમુદ્ર’ નું નિર્માણ ‘ધ કેરળ સ્ટોરી’ જેવી સુપરહિટ બ્લોકબસ્ટર ફિલ્મ બનાવનારા ફેમસ ફિલ્મમેકર વિપુલ અમૃતલાલ શાહ (Vipul Amrutlal Shah) કરવાના છે. જ્યારે તેનું ડાયરેક્શન કનિષ વર્મા કરશે, જેઓ તાજેતરમાં જ નેટફ્લિક્સની પ્રખ્યાત ફિલ્મ ‘ગ્લોરી’ બનાવી ચૂક્યા છે. આ એક પાન-ઇન્ડિયા (Pan-India) ફિલ્મ હશે જેને હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ મોટા પાયે રિલીઝ કરવામાં આવશે. મેકર્સ આ ફિલ્મને વર્ષ 2027 માં થિયેટરોમાં લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
કઈ રીતે આવ્યો એલિયન બેઝ્ડ ફિલ્મ બનાવવાનો વિચાર?
અક્ષય કુમાર, ડાયરેક્ટર કનિષ વર્મા અને પ્રોડ્યુસર વિપુલ શાહે પોતે આ મેગા પ્રોજેક્ટની સત્તાવાર પુષ્ટિ કરી છે. અક્ષય કુમારે આ નવી ફિલ્મ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું, “હા, મેં આ ફિલ્મ સાઇન કરી લીધી છે. ‘સમુદ્ર’ ની સ્ક્રિપ્ટ અને વાર્તા મને ખૂબ જ રસપ્રદ લાગી. એલિયન થ્રિલર સબ્જેક્ટ મારા માટે અને આપણા ભારતીય સિનેમા માટે પણ એકદમ નવો પ્રયોગ છે.”
બીજી તરફ ડિરેક્ટર કનિષ વર્માએ ફિલ્મના આઈડિયા વિશે વાત કરતા જણાવ્યું કે, “‘સમુદ્ર’ ફિલ્મ મારા એસપીજી (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ) અને હોલીવુડની પ્રખ્યાત ‘એલિયન’ તેમજ ‘પ્રેડેટર’ જેવી સર્વાઇવલ થ્રિલર ફિલ્મોના ક્રેઝમાંથી બની છે. અક્ષય સર જેવા સુપરસ્ટાર સાથે આ વિષયને જોડવો એ મારા માટે ખૂબ જ ખાસ અનુભવ છે. હું હંમેશા ઇચ્છતો હતો કે એલિયન સેટ પર એકદમ અસલી લાગે, જેનાથી દર્શકોના મનમાં સાચો ડર પેદા થાય.”
માત્ર કમ્પ્યુટર ગ્રાફિક્સ (CGI) નહિ, હોલીવુડની ટીમ બનાવશે અસલી એલિયન
આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર કમ્પ્યુટર ગ્રાફિક્સ એટલે કે CGI પર નિર્ભર નહીં હોય. ફિલ્મમાં ‘પ્રૅક્ટિકલ ઇફેક્ટ્સ’ નો ઉપયોગ કરવામાં આવશે, જે અંતર્ગત હોલીવુડની જેમ એલિયન્સના વાસ્તવિક મોડલ અને સ્ટ્રક્ચર ડિઝાઇન કરવામાં આવશે જેથી કેમેરા સામે તે એકદમ ઓરિજિનલ દેખાય. આ માટે મેકર્સે હોલીવુડની એ જ દિગ્ગજ ટીમને હાયર કરી છે જેણે વૈશ્વિક સ્તરે મોટી સાયન્સ ફિક્શન ફિલ્મોમાં કામ કર્યું છે. આ પ્રોજેક્ટ સાથે એલેક ગિલિસ અને લ્યુક ટમ્બર જેવા હોલીવુડના મોટા નામોને જોડવામાં આવ્યા છે.
અક્ષય કુમારની આગામી ફિલ્મોનું શિડ્યુલ
અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે તેમની બે મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. પ્રથમ ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ (Welcome To The Jungle) છે, જે 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે. ત્યારબાદ, તેઓ ડિરેક્ટર પ્રિયદર્શનની મોસ્ટ અવેટેડ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘હૈવાન’ (Haiwan) માં જોવા મળશે, જેમાં તેમની સાથે સૈફ અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે.
આ પણ વાંચોઃ 25 May Weather Alert: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી
આ પણ વાંચોઃ ફાલ્ટા પેટાચૂંટણીમાં ભાજપનો વિજય, દેવાંગશુ પાંડાએ તોડ્યો રેકોર્ડ, TMC કેટલા મતોથી હારી
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












