ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નગેશ કપૂરે ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી

ગાંધીનગર, તા. 28 મે, 2025: ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નગેશ કપૂરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. એર માર્શલ નગેશ કપૂરે તાજેતરમાં ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે.

ભારતીય વાયુસેનામાં જુદા જુદા પદ પર તેઓ સેવા આપી ચૂક્યા છે અને તા. 1 મે 2025થી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિયુક્ત થયા છે. નગેશ કપૂર 1986માં ભારતીય વાયુસેનામાં જોડાયા હતા અને 38 વર્ષના સેવાકાળ દરમિયાન તેઓ મિગ-21 અને મિગ-24 સહિતના વિવિધ યુદ્ધ અને તાલીમી વિમાનનો કુલ 3400 કલાક થી વધુ સમયના ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવે છે.


નગેશ કપૂરને 2008માં વાયુસેના મેડલ, 2022માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને 2025 માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ પાકિસ્તાન બોર્ડર વાળા ગુજરાત સહિતના આ રાજ્યોમાં આવતીકાલે ફરી થશે મોક ડ્રીલ

Back to top button