અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીવર્લ્ડ

Air India Plane Crash: 204 મૃતદેહ મળ્યા, મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે કાળમૂખી બની 12 જૂન

અમદાવાદ, 12 જૂન, 2025: Air India Plane Crash એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જવા રવાના થયેલી ફ્લાઈટ આજે ઉડાન ભર્યા બાદ તરત તૂટી પડતાં મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી અને મોડી સાંજે એવા સમાચાર આવી રહ્યા છે કે આ પ્લેન ક્રેશમાં કોઈ બચ્યું નથી. જોકે, સાંજે સાત (7) વાગ્યા સુધીના સમાચાર અનુસાર 204 મૃતહેદ હાથ લાગ્યા છે અને બાકીનાની સારવાર થઈ રહી છે જેમાં અનેકની હાલત ગંભીર છે. એટલું જ નહીં પરંતુ વિમાન જે મેડિકલ કોલેજ હોસ્ટલ સાથે ટકરાયું ત્યાંના કેટલાક વિદ્યાર્થીઓએ પણ જીવ ગુમાવ્યા છે.

Air India plane crash - HDNews

મળતી માહિતી મુજબ એર ઇન્ડિયાના વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવિત બચી નથી. અમદાવાદના કમિશનરે જાણકારી આપી છે કે વિમાનમાં સવાર તમામ 242 લોકોનાં મૃત્યુ થયા છે. અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં પાયલટ અને ક્રૂ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા. તેમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ નિવેદન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું છે કે જ્યાં વિમાન ક્રેશ થયું ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલનું છાત્રાલય, સ્ટાફ ક્વાર્ટર અને અન્ય રહેણાંક વિસ્તાર આવેલા છે. આ વિસ્તારમાં રહેતા લોકો પણ ઘાયલ થયા છે. લગભગ 50 ઘાયલ લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમની હાલત ગંભીર પરંતુ સ્થિર છે.

Air India plane crash - HDNews

સમાચાર સંસ્થા એસોસિયેટેડ પ્રેસના અહેવાલ મુજબ પોલીસ કમિશનર જીએસ મલ્લિકે જણાવ્યું હતું કે, “એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ પણ જીવિત બચ્યું નથી. કારણ કે વિમાન રહેણાંક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, તેથી કેટલાક સ્થાનિક લોકો પણ માર્યા ગયા હશે.” આ દુર્ઘટના બાદ અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી મર્યાદિત ઉડાનોનું સંચાલન ફરી શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ હવાઈ મથક નજીક એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ રાહત અને બચાવ કામગીરી માટે તાત્કાલિક ભારતીય સશસ્ત્ર દળોની ટીમો મોકલવામાં આવી હતી.

મૃતકોની ઓળખ માટે સરકારે ઉઠાવેલાં પગલાં

બીજી તરફ, ગુજરાત સરકારે મૃતદેહોની ઓળખ માટે વિમાનમાં સવાર લોકોના સંબંધીઓને ડીએનએ (DNA) નમૂના આપવાની અપીલ કરી છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે ઘણા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. ગુજરાત સરકારના એક અધિકારીએ જણાવ્યું, “બી.જે. મેડિકલ કોલેજમાં ડીએનએ પરીક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી વિમાનના મુસાફરોના પરિવારજનો અને નજીકના લોકો, ખાસ કરીને તેમના માતા-પિતા અને સંતાનોને વિનંતી છે કે તેઓ તેમના નમૂના સ્થળ પર જમા કરાવે જેથી પીડિતોની ઝડપથી ઓળખ થઈ શકે.”

એર ઈન્ડિયાની આ વિમાન દુર્ઘટનામાં ઘણા સ્થાનિક લોકો પણ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલુ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની અસરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા જ્યાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ લોકોને લાવવામાં આવ્યા છે. વિમાન દુર્ઘટના અંગે ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અદિષ્ઠ મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું કે જ્યાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, તે વિસ્તારના રહેવાસીઓ પણ ઘાયલ થયા છે. તેમણે કહ્યું, “લગભગ 50 ઘાયલ લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે છે.”

Air India plane crash - HDNews

ઘટનાસ્થળે હજુ પણ બચાવ કાર્ય ચાલુ
એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ પણ પ્રારંભિક રાહત કાર્યો માટે સશસ્ત્ર દળો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. આ દળમાં મેડિકલ ટીમ અને અન્ય બચાવ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે. પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂ સાથે વાતચીત કરી છે અને અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની માહિતી લીધી. પીએમ મોદીએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને નિર્દેશ આપ્યો છે કે તેઓ તમામ જરૂરી સહાય તાત્કાલિક ઉપલબ્ધ કરાવે. આ ઉપરાંત, અમદાવાદમાં તમામ સંબંધિત એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યા બાદ તરત જ ઝડપથી નીચે આવવા લાગ્યું અને હવાઈ મથક નજીક મેઘાણી નગરમાં આવેલા બી.જે. મેડિકલ કોલેજના ચિકિત્સકોના રહેણાંકી પરિસર પર પડ્યું, જેનાથી પરિસરને ભારે નુકસાન પહોંચ્યું.

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે સગાઓના DNA સેમ્પલ લેવાશે

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button