
બેંગકોક, 13 જૂન, 2025: Air India flight makes emergency landing in Thailand અમદાવાદમાં એર ઈન્ડિયાની સૌથી મોટી દુર્ઘટનાના આઘાતમાંથી દુનિયા હજુ બહાર આવી નથી ત્યાં આજે શુક્રવારે એર ઈન્ડિયાની ફ્લાઈટને લગતા વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે.
મળતા અહેવાલ અનુસાર થાઈલેન્ડમાં એર ઈન્ડિયાની એક ફ્લાઈટ નંબર AI 379નું તાકીદનું લેન્ડિંગ કરાવવાની ફરજ પડી છે. કહેવાય છે કે એ વિમાનમાં બોંબની ધમકી મળી હતી જેને પગલે ફ્લાઈટનું તાકીદનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ ફ્લાઈટ ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી.
આ અંગે પ્રાપ્ત પ્રારંભિક માહિતી અનુસાર વિમાને ટેકઓફ કર્યું ત્યારબાદ એર ઈન્ડિયાની ગ્રાઉન્ડ ઓફિસને બોંબની ધમકી મળી હતી. જેને પગલે પાયલટનો સંપર્ક કરીને તત્કાળ લેન્ડિંગ કરવા સૂચના આપવામાં આવી હતી.
આજે શુક્રવારે ફુકેટ (HKT) થી દિલ્હી (DEL) જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 379ના પાયલટે વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ ફુકેટ ઈન્ટરનરેશનલ એરપોર્ટ પર લેન્ડિંગની પરવાનગી માંગી. વિમાનમાં કુલ 156 મુસાફરો હતા. વિમાનમાં બોમ્બની માહિતી મળતાં ફુકેટ ઈન્ટરનરેશનલ એરપોર્ટ પર અફડાતફડી મચી ગઈ. તાત્કાલિક ઈમરજન્સી સિસ્ટમને સક્રિય કરવામાં આવી અને વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 379ને ફુકેટ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે સલામત ઉતારવામાં આવ્યું છે અને બોંબ સહિત કોઈ જોખમ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Police: સહનુભૂતિ.. સંવેદના અને સહાય, “સ્વ” નહિ “સમસ્તિ” માટે સેવા
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>












