ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદનો શરમજનક કિસ્સો: પ્રેમમાં ભાન ભૂલેલી મહિલા પોતાના બાળક સામે AMTSના ડ્રાઈવર સાથે રંગરેલિયા મનાવતી

અમદાવાદ, 04 ડિસેમ્બર 2025: અમદાવાદ શહેરના એક પોશ વિસ્તારમાંથી હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હોટલના એક રુમમાં દસ વર્ષના સ્પેશિયલ ચાઈલ્ડની સામે તેની માતા પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી. આ ઘટનાની જાણ થતાં હોટલ પર લોકોના ટોળા એકઠા થયા હતા અને રોષે ભરાયેલા લોકોએ પ્રેમીને સબક શીખવાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ યુવક AMTS બસનો ડ્રાઈવર છે અને મહિલાને અવારનવાર બસમાં મુસાફરી કરતા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પ્રેમી યુગલે શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક હોટલના રુમમાં 10 વર્ષના સ્પેશિયલ ચાઈલ્ડને લઈને રોકાયા હતા.

એવું પણ સામે આવ્યું છે આ મહિલાને તેનો પ્રેમી ડરાવી-ધમકાવીને હોટલમાં લઈ આવ્યો હોવાનું જાણવા મળતા હિન્દુ સંગઠનના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા. યુવકોએ હોટલનું રજીસ્ટર ચેક કરી રુમનો દરવાજો ખોલ્યો તો અંદરનું દ્રશ્ય જોઈ સૌ ચોંકી ગયા હતા. દસ વર્ષના બાળકને સોફા પર બેસાડી તેની માતા પ્રેમી સાથે કઢંગી હાલતમાં ડબલ બેડ પર સૂતી હતી. બાદમાં ગુસ્સે થયેલા લોકોએ ડ્રાઈવરને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. જો કે, બંને પ્રેમ સંબંધમાં હોવાની વાત બહાર આવતા લોકોએ તમામ હદ વટાવનારી માતાને પણ પાઠ ભણાવ્યો હતો.

મામલો વધુ વણસે તે પહેલાં જ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે લોકોના ટોળાંને સમજાવ્યા અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે મહિલા અને તેના પ્રેમીને કપડાં પહેરીને રૂમની બહાર આવવા જણાવ્યું હતું અને બંનેની પૂછપરછ કરી હતી. મહિલાની પૂછપરછમાં સ્પષ્ટ થયું કે AMTS બસની મુસાફરી દરમિયાન તે ડ્રાઈવરના સંપર્કમાં આવી હતી.

આ શરમજનક ઘટના અંગે બંને પક્ષે કોઈએ ફરિયાદ નોંધાવવાની તૈયારી ન બતાવતાં પોલીસે લોકોને સમજાવીને સ્થળ પરથી હટાવ્યા હતા. ત્યારબાદ મહિલા અને તેના પ્રેમીને જવા દેવામાં આવ્યા હતા.
Back to top button